Saudi Arabia

Saudi Arabia

સાઉદી અરેબિયા (Saudi Arabia)એ કોરોનાના વધતા જોખમને જોતા ભારતથી આવનારી અને જનારી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. ઉપરાંત ભારતની સાથે સાથે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી પણ મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યા છે. આમા એવા વ્યક્તિઓ પણ સામેલ છે જે સાઉદી અરબ આવતા પહેલા 14 દિવસ પહેલા ઉપરોક્ત કોઈ દેશમાં ગયા હોય. જો કે જે મુસાફરો પાસે સરકાર તરફથી અધિકૃત આમંત્રણ છે. તેમને આ પ્રતિબંધમાંથી છૂટ મળશે. 

સાઉદી અરબના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે કોરોનાના વધતા જોખમને જોતા ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી છે. 

આ પણ જુઓ : સુરત ONGCમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા મોટો બ્લાસ્ટ

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ સાઉદી અરબમાં કોરોનાના 3,30,798 કેસ નોંધાયા છે. સાઉદી અરેબિયા અને યુએઈમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો રહે છે. સાઉદી અરબની સરકારનો આ નિર્ણય ભારતીયો માટે મોટી મુશ્કેલી પેદા કરી શકે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024