SBI
દેશની સૌથી મોટી બેંક SBI હંમેશાં તેના ગ્રાહકોને ફરિયાદ માટે તૈયાર રહે છે. ગ્રાહકને બેંકની કોઈ સેવા અથવા એટીએમ વિશે કોઈ ફરિયાદ છે, તો તેને ચિંતા કરવાની જરૂર નથી. ગ્રાહકને બેંકમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને ફરિયાદ કરી શકો છો. તેમજ ગ્રાહકો પોતાની ફરિયાદ ઓફલાઇન ફોર્મ, એસએમએસ અથવા કોલ દ્વારા કરી શકાય છે.
કોલ કે SMS દ્રારા પણ કરી શકો છો ફરિયાદ
SMS દ્વારા તમે તમારી ફરિયાદ કરવા માંગતા હો, તો તમારે મેસેજમાં ‘UNHAPPY’ ટાઇપ કરીને અને 8008202020 પર મોકલો. તમારો મેસેજ મોકલ્યા પછી, બેંકના કર્મચારીઓ તમને કોલ કરશે અને તમારી સમસ્યાનું હલ કરશે. તેમજ જો તમે ઇચ્છો, તો તમે ફોન દ્વારા પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે, તમારે ટોલ ફ્રી નંબર 1-800-425-3800 / 1-800-11-22-11 પર કોલ કરવો પડશે.
ઓનલાઇન ફરિયાદ કરવાની પ્રક્રિયા
- SBI ની સત્તાવાર વેબસાઇટની જાઓ
- ત્યારબાદ નીચે જમણી બાજુ ગ્રાહક ફરિયાદ ફોર્મ પર ક્લિક કરો.
- ત્યાં ક્લિક કરવાથી ફોર્મ ખુલશે, ફોર્મમાં બધી વિગતો ભરીને સબમિટ કરો
- સબમિટ કર્યા પછી તમારી ફરિયાદ નોંધાવવામાં આવશે.
- આ ફોર્મમાં, તમારી પાસે ઉપર સ્ટેટસ ચેક કરવાનું ઓપ્શન આપ્યું છે જ્યાં તમે તમારી ફરિયાદનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો.
ઓફલાઇન પણ કરી શકો છો ફરિયાદ
જો તમારે ઑફલાઇન ફરિયાદ કરવી હોય તો કરી શકો છો. આ માટે, તમે તમારી બેંકની નજીકની શાખામાંથી ફોર્મ કલેક્ટ કરી ભરી શકો છો અને સબમિટ કરી શકો છો. તમે તમારી ફરિયાદ ભરી શકો છો અને તમારી નજીકની શાખામાં સબમિટ કરી શકો છો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.