Loan Moratorium

સરકાર દ્રારા લોન મોરેટોરિયમના સમયગાળાને બે વર્ષ સુધી લંબાવામાં આવી શકે છે. પરંતુ તે કેટલાક સેક્ટરને જ મળશે. લોન મોરેટોરિયમ (Loan Moratorium) પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (SC) માંપ્રસ્તાવ મુક્યો છે.

લોન મોરેટોરિયમ (Loan Moratorium) એટલે લોનની હપ્તા ચૂકવવા માટે મળતી રાહત દરમિયાન વ્યાજ માફીના અનુરોધવાળી એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સમસ્યા સરકારના લૉકડાઉનના કારણે આવી છે.

જો કે, સરકારે એક યાદી સોંપી છે કે કયા સેક્ટરને ભવિષ્યમાં રાહત આપવામાં આવી શકે છે. તો હવે આ બાબતે આગામી સુનાવણી કાલે એટલે કે બુધવારે થશે. તથા સરકાર તરફથી સોલિસિટર જનરલે કહ્યું કે, એવા સેક્ટરની ઓળખ કરી રહ્યા છે જેમને રાહત આપવામાં આવી શકે છે, એ જોતા કે તેમને કેટલું નુકસાન થયું છે. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં હવે વધુ વિલંબ ન કરી શકાય.

આ પહેલા ગત અઠવાડિયે આ બાબતે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પ્રતિ કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે લોન મોરેટોરિયમના મામલામાં તમે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે વહેલી તકે સોગંદનામું રજૂ કરો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024