School
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધોરણ 9થી ધોરણ 12સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા (School) શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જાહેર કર્યું છે. તો 21 સપ્ટેમ્બરથી શાળા શરૂ થઈ જશે. મંત્રાલયે જણાવ્યું કે, શાળા પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
શાળા (School) માં સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે. તથા સતત હાથ ધોવા, ફેસ કવર પહેરવું, છીંક આવતા મોઢા પર હાથ રાખવા, પોતાના આરોગ્યની સતત દેખરેખ રાખવા અને થૂંકવા જેવી બાબતોને લઈ ધ્યાન રાખવાનું રહેશે.
શાળાએ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે. તથા ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી શકાય છે. આ સાથે જ ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત શાળા ખોલવામાં આવેે તે અગાઉ સ્કૂલ કેમ્પસ, ક્લાસરૂમ, લેબોરેટરી, વર્ગખંડો, બાથરૂમને સેનિટાઈઝ કરવાના રહેશે.
જે શાળા (School) ક્વોરેન્ટિન સેન્ટર તરીકે ફાળવવામાં આવી હતી તેને વધારે સાવચેતી અને કાળજી સાથે સેનિટાઈઝ કરવાની રહેશે. વિદ્યાર્થીઓ માટે બાયોમીટ્રીક એટેન્ડેન્સને બદલે કોન્ટેક્ટલેસ એટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે. એક લાઈનમાં જમીન પર 6 ફૂટ અંતર પર માર્કિંગ કરવાનું રહેશે. આ વ્યવસ્થા શાળાની અંદર અને બહારની જગ્યા પર હશે. તેમજ 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિંલિંગ માટે શાળા બોલાવી શકાશે.
ક્વોરન્ટિન ઝોનમાંથી વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓ શાળા (School) નહીં આવી શકે. જો વિદ્યાર્થી, શિક્ષક કે કર્મચારી બિમાર છે તો તેમને કોઈ પણ સંજોગોમાં શાળાએ બોલાવી શકાશે નહીં. તેમજ સિમ્પ્ટોમેટિક વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મંજૂરી નહીં અપાય.
ઉપરાંત એવા વિદ્યાર્થીઓ કે જે અન્ય શહેરો કે રાજ્યોમાંથી આવેે છે અને તેમની પાસે ઓનલાઈન શિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ નથી તેમને હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ અથવા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ એલોટ કરી શકાય છે. બહારથી આવી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને 14 દિવસ ક્વોરેન્ટીન થવું પડશે. ત્યારબાદ જ વિદ્યાર્થી વર્ગખંડમાં હાજર રહી શકશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.