•  સેલ્ફી વગરનું જીવન આજની પેઢી માટે કદાચ અશક્ય જીવન જેવું કહેવાય છે.
  • સેલ્ફી લેવી એ ખોટી બાબત નથી પરંતુ જો તે એક આદત બની જાય તો તેને ‘સેલ્ફાઈટિસ’ કહેવામાં આવે છે.
  • ‘સેલ્ફાઈટિસ’ એક પ્રકારનો માનસિક રોગ છે, જેમાં વ્યક્તિ દિવસમાં અનેક સેલ્ફી લે છે. તેની અસર વ્યક્તિના મગજ અને તેનાં રોજિંદા વ્યવહારમાં પણ પડે છે.
  • જો તમે દિવસમાં 4-5થી વધારે સેલ્ફી લેવાંની ટેવ ધરાવો છો તો તમે સેલ્ફી સિન્ડ્રોમના શિકાર બની શકો છો.
  • સોશિયલ નાર્સિસિસ્મ એક પ્રકારનો માનિસક વિકાર છે. તે સોશિયલ મીડિયાથી જોડાયેલો છે.
  • સોશિયલ મીડિયા પર સતત પ્રોફાઈલ પિક્ચર બદલવું, સ્ટેટ્સ અને તસવીરો થોડાં થોડાં સમયે પોસ્ટ કરવી,સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખવી, કમેન્ટનાં માધ્યમથી ક્રોધિત અને આક્રમક પોસ્ટ કરવી આ વિકારનો જ એક ભાગ છે. 
  • સોશિયલ નાર્સિસિસ્મ વિકારના અનેક કારણો હોઈ શકે છે. તેમાં સારી સેલ્ફી લેવાના પ્રયાસમાં વારંવાર ફોટા લેવા, લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવું, ઓછો આત્મવિશ્વાસ, ફિટનેસ અને સૌથી સારા દેખાવની ભાવના, સોશિયલ મીડિયા પર વધારે લાઇક્સ મેળવવાની ઈચ્છા, વધારે કમેન્ટ્સ અને વખાણ પામવા માટેની સ્પર્ધા સહિતના અનેક કારણો સામેલ છે.
  • જ્યારે વ્યક્તિને ધાર્યા મુજબ આકર્ષણ અને વખાણ નથી મળતા તો તે હતાશ થઈ જાય છે અને તેનો સ્વભાવ ચિડિયો બની જાય છે.
  • આ બીમારીથી પીડિત લોકોની તસ્વીરો જયારે અન્ય લોકોની સરખામણીએ સારી નથી હોતી તો તેમનામાં આત્મ વિશ્વાસનો અભાવ આવે છે. આવા વ્યક્તિઓ એકલતા વધારે પસંદ કરવા લાગે છે. તેઓ પોતાના પરિવાર અને મિત્રોથી અળગા રહે છે. તેનાથી તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે અને આત્મહત્યા કરવાના વિચાર આવે છે.
  • સિન્ડ્રોમથી છૂટકારો અપાવવા માટે સામાન્ય રીતે CBT નો ઉપયોગ કરવામાં આવે છે. આ CBT થેરપી વ્યક્તિને તેની વિચારશક્તિ, ભાવના અને કાર્યો વચ્ચેના સંબંધ ઓળખવાનો પ્રયાસ કરવા માટે પ્રેરિત કરે છે.
  • આ CBT થેરપીથી વ્યક્તિના આત્મહત્યાના વિચારો, હતાશા, વ્યસન અને અસુરક્ષાની ભાવના દૂર કરવામાં મદદ મળે છે.
  • જો તમે તમારી આસપાસ સોશિયલ નાર્સિસિસ્મથી પીડિત વ્યક્તિને જોવો તો તેની નિષ્ણાત પાસે સારવાર કરાવવી જોઈએ.
  • બોર્ડર લાઈન સિન્ડ્રોમ: આ સિન્ડ્રોમમાં વ્યક્તિ તેની ઘણી બધી સેલ્ફી લે છે પરંતુ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા નથી. 
  • એક્યૂટ સિન્ડ્રોમ: આ સિન્ડ્રોમમાં વ્યક્તિ ઘણી બધી સેલ્ફી લઈને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.
  • ક્રોનિક સિન્ડ્રોમ: આ સિન્ડ્રોમમાં વ્યક્તિ સેલ્ફી લીધા પછી સંતુષ્ટ નથી થતો અને વારંવાર તેને સેલ્ફી લેવાની ઈચ્છા થાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024