હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કનવેશન હૉલ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના સંદર્ભમાં સંશોધનમાં બહુવિધઆયામો વિષય પર એક દિવસીય સેમિનાર યોજાઓ. યુનિવર્સિટીની વિવિધ વિધ્યાશાખાઓના વિધ્યાર્થીઓને માર્ગદર્શન હેતુ યોજવામાં આવેલા આ સેમિનારનું આયોજન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડળ દ્વારા આયોજિત આ સેમિનારને કુલપતિ પ્રો. જે જે વોરા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાય, ભારતીય શિક્ષણ મંડળના ઊપ પ્રમુખ દીપકજી કોઈરાલાની વિશેષ ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો.
આ વિશેષ સેમિનારમાં ઉપસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર આવબેન શુક્લે જણાવ્યું હતું કે, વિજ્ઞાન એ વિસ્તૃત જ્ઞાન છે. તે ત્યારે મળે જ્યારે આપણે ક્રિએટિવ, સાયન્ટિફિક અભિગમ સાથે આપણે નક્કી કરેલા પ્રશ્ન સંબંધિત સંશોધન કરીએ જો એવું સંશોધન કરી શકીએ તો એક સાથે વધારે વિસ્તારના લોકોને તેમનું મનગમતું શિક્ષણ કે શોધ લાભકર્તા બની શકે.
આ સેમિનારમાં ઉપસ્થિત ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે યુજીસી દ્વારા નક્કી કર્યા મુજબ વિધ્યાર્થી એકસાથે બે ડિગ્રી મેળવી શકશે. તેમણે સંશોધનકર્તા વિધ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં શિસ્ત એ પણ શિક્ષણનો ભાગ છે. પ્રશ્ન થાય ત્યારે તેનું સંશોધન કરવું જોઈએ. સંશોધન એ અન્ય શોધ કરતાં અલગ પડે છે. જેટલું ટાઇટલ સચોટ હાઇપોથીસિસ સાઇન્ટિફિક તેટલુ જ રિસર્ચ સરળ બને છે.
આ કાર્યક્રમના મુખ્યવ્યકતા દીપકજી કોઈરાલા એ જણાવ્યું હતું કે, ભારતીય શિક્ષણ મંડળ એ શિક્ષણમાં ભારતીયતા આવે તે માટે કામ કરે છે. ભારતના પુનરુંથાન માટે પ્રાથમિક થી લઈ ઉચ્ચ શિક્ષણમાં સંપૂર્ણ ભારતીય મૂલ્યો પર આધારિત ભારતીય સંસ્કૃતિના મૂળને સમૃધ્ધ કરી શકે તથા ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા બને તે માટે કામ કરે છે. જેના માટે અભ્યાસક્રમ, શિક્ષણ પધ્ધતિમાં ભારતીયતા લાવવા માટે અનુસંધાન, પ્રબોધન, પ્રશિક્ષણ, પ્રકાશન, અને સંગઠન એ ભારતીય શિક્ષણ મંડળનો ધ્યેય છે. ત્યારે આવનારા સમયમાં વિધ્યાર્થીઓ ભારતને કેન્દ્ર સ્થાને રાખી સંશોધન કાર્ય કરશે તો ચોક્કસ તેમ દેશહિત પણ જોડાશે.
આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતી પ્રો. જે જે વોરાએ જણાવ્યું હતું કે, સરકારની શોધ યોજનાના સારા પરિણામો વિધ્યાર્થીઓના સંશોધન પરથી જોઈ શકાય છે. ગત વર્ષે પાટણ યુનિવર્સિટીના શોધ યોજનામાં ૧૩૬ વિધ્યાર્થીઓ જોડાયા હતા જે આ વર્ષે ૨૦૦ થી એ વધારે હોઈ શકે. આમ વિધ્યાર્થીઓ હવે શોધ કાર્યમાં ઉત્સુકતા દાખવી રહ્યા છે.
આ સેમનારમાં તજજ્ઞ વક્તા તરીકે વિદ્યાર્થીઓને ટેકનિકલ માર્ગદર્શન ડૉ. એચ. એસ. વિરમગામી, પ્રિન્સિપાલ, ટી એસ આર કોમર્સ કોલેજ પાટણ, ડૉ. દીપક રાવલ , એસ પી યુનિવર્સિટી , તેમજ ડૉ, જે એચ પંચોલી, નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી પાટણ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટાર ડૉ. રોહિતભાઈ દેસાઇ, પાટણ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લલીતભાઈ પટેલ, એમ કોમ પ્રોગ્રામના કો ઓર્ડીનેટર ડૉ. અશ્વિનભાઈ મોદી સહિત વિવિધ વિભાગના વડા, વિવિધ ફેકલ્ટીના શોધકર્તા વિધ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.