બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કાજોલ એ “કુછ કુછ હોતા હૈ”, “કભી ખુશી કભી ગમ”, “માય નેમ ઈઝ ખાન” જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.આ જોડી એકવાર ફરી પરદા પર સાથે વાપસી કરી શકે છે.એક ન્યુઝ પોર્ટલ અનુસાર કાજોલ શાહરૂખ કરણ જોહરની એક ફિલ્મથી બીજી વાર સાથે વાપસી કરી શકે છે.

રિપોર્ટ અનુસાર કરણ જોહર પોતાની નેક્સ્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને તેના માટે તેમણે શાહરૂખ અને કાજોલ સાથે સંપર્ક કર્યો છે.બોલીવુડની આ મશહુર રોમેન્ટિક જોડી રાજ-સિમરન,રાહુલ-અંજલી જેવા કિરદારોમાં નજર આવી ચુક્યા છે.છેલ્લી વાર આ બંને એકટર્સ સાથે ફિલ્મ ‘દિલવાલે’ માં સાથે નજર આવ્યા હતા.આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઇ હતી.

અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો શાહરૂખ ખાન જલ્દી જ ફિલ્મ ‘ઝીરો’ માં એક બટકાનું કિરદાર નિભાવટ નજર આવશે.તો કાજોલ એ હાલમાં જ હોલીવુડની અનિમેટેડ ફિલ્મ ‘Incredibles-2’ માટે પોતાનો અવાજ આપ્યો હતો.જોવાનું એ રહેશે કે લાંબા સમય બાદ કરણ જોહર જેવા દિગ્ગજ ફિલ્મ નિર્માતાની અંડર કામ કરવા જઈ રહેલ જોડી પરદા પર શું કમાલ કરી શકે છે.