Shaurya Sandhya

Shaurya Sandhya : શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ભારતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાટણ જિલ્લામાં પણ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ પાટણ/રોટરેક્ટ ક્લબ ઓફ પાટણના સહયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત શૌર્ય સંધ્યામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત પાટણની જનતાએ વીર સપૂતોને યાદ કરીને તેઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

શૌર્ય સંધ્યા કાર્યક્રમમાં રાજ્યભરમાંથી તમામ જવાનોના પરીવારોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. આમંત્રણ આપવાની સાથે સાથે તેમને લઈ-મુકી જવાની વ્યવસ્થા તેમજ તેમના રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે જ કાર્યક્રમમાં જવાનોના પરીજનોને રૂ.1 લાખ 11 હજારનું અનુદાન પણ કરવામાં આવ્યું હતુ. રોટરી ક્લબ ઓફ પાટણ/રોટરેક્ટ ક્લબ ઓફ પાટણના સહયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આ પૂર્વે પણ વર્ષ-2019-21 માં શહીદોને યાદ કરવા માટેના આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

શૌર્ય સંધ્યાએ લોકોને સંબોધિત કરતા જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતુ કે, આજનો દિવસ આપણા દેશ માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક દિવસ છે. સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ, રાજગુરુ, અને સુખદેવે નાની ઉંમરે દેશની આઝાદી માટે લડાઈ લડી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. જેના કારણે તેઓ ભારતીયો માટે અને ખાસ કરીને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજના યુવાનોની નસોમાં વહી રહી છે. નાનકડી વયમાં જ દેશ પર જીવ કુરબાન કરનારા આ ક્રાંતિકારી શહીદોને તેમજ દેશના લોકોની રક્ષા કરનાર તમામ જવાનોને શત શત નમન.

જિલ્લામાં આયોજીત શૌર્ય સંધ્યા કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રદર્શન કર્યું હતુ. આજના કાર્યક્રમમાં ડૉ. જયંતીભાઇ ભાડેસીયા, શ્રી યોગેન્દ્રસિંહ યાદવ (પરમવીર ચક્ર પ્રાપ્ત) , જિલ્લા વિકાસ અધકારીશ્રી ડી.એમ.સોલંકી, રાષ્ટ્રિય અધ્યક્ષ ડૉ. રાજ શેખાવત, પુર્વ મહામંત્રી કે. સી. પટેલ , કુલદીપ યાદવ તથા બહોળી સંખ્યામા જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024