સિધ્ધપુર તાલુકાના તાવડીયામાં ૧૩ માનવ ભ્રૂણ મળ્યાના સાત દિવસ બાદ ફરિયાદ નોંધાવા પામી છે. સિધ્ધપુરના તાવડીયા પાસે પ્લાસ્ટિકના ૧૩ ડબ્બાઓમાં માનવ ભ્રૃણ સહિત ગર્ભાશયની ગાંઠ મળી આવી હતી.
આ ઘટનાના સાત દિવસ બાદ કાકોશી પોલીસે અજાણ્યા ઈસમો વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તા.ર૧ જુલાઈના રોજ તાવડીયા ગામ પાસેથી માનવ ભૃ્રણ સહિત ગર્ભાશયની ગાંઠ મળી આવી હતી. કાકોશી પોલીસ દવારા અજાણ્યા ઈસમો વિરુધ્ધ આઈપીસી કલમ ર૬૯ અને પર્યાવરણ સુરક્ષાા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.