ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા રાજ્યભરમાં મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના સિદ્ઘપુરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. ર કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અનેક સોસાયટીઆેમાં કેડસમા પાણી છે અને લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. મોડી રાત્રે મેહુલિયાએ તોફાની બેિટગ કરી હોય એમ રસ્તાઆે અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જોવા મળ્યો છે અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ છે. ભારે વરસાદ અને ઘરોમાં પાણી ભરાવાથી લોકોને પાણી વચ્ચે રાત વિતાવી પડે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

ભારે વરસાદના કારણે સિધ્ધપુરના ઝાંપલીપોળ વિસ્તારના મોટા ઇસ્લામપુરા આવેલ વ્હોરવાડમાં એક જર્જરીત બંધ મકાન વહેલી પરોઢે પડેલા વરસાદમાં ધરાશાયી થઈ ગયુ હતુ. સદનસીબે વહેલી પરોઢે પડવાથી કોઈને ઈજા થઈ નથી પરંતુ જો લોકોની અવરજવરના સમયે પડ્યું હોત તો નકકી જીવલેણ બની શકત.

આ વર્ષે વધુ વરસાદનો વર્તારો હોવાથી સિધ્ધપુર શહેરની તમામ સાંકડી ગલીઆે અને જુના મકાનો પાસેથી પસાર થતા લોકોએ સાવચેત રહેવું જોઈએ. મકાનમાલિકોએ પણ સ્વયં આવા મકાનોની સમયસર જાળવણી કરવી જોઈએ. તંત્ર પણ અડીને રહેલા આવા મકાનોના મકાનમાલિકોને સમારકામ કરાવવા અથવા ઉતારી લેવા નોટીસ આપે તે ઈચ્છનીય છે. સિદ્ઘપુરમાં માત્ર ર કલાકમાં ખાબકેલા ૪ ઇંચ વરસાદે શહેરમાં તારાજી સર્જી છે. જેના પગલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક બન્યું છે.

પાટણના ડીઝાસ્ટર મામલતદાર એચ જે રાવલે જણાવ્યું છેકે, સિદ્ઘપુરમાં માત્ર ર કલાકમાં જ ૪ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો લોકોને ફૂડ પેકેટ આપવાની જરૂર જણાશે તો એ પણ વ્યવસ્થા કરવામાં આવશે.

સિદ્ઘપુર શહેરમાં મોડી રાત્રે ર.૪પ વાગ્યાથી વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. જોતજોતાંમાં શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગપે સોસાયટીઆે પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. સોસાયટીઆેમાં કેડસમા પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદી પાણી સોસાયટીઆેમાં લોકોનાં ઘરમાં ઘૂસી ગયાં હતાં, જેને પગલે રહીશોને ભારે હાલા કીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ઋષિ તળાવ, ઉમાપાર્ક, પેપલ્લા સહિતના વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે ભારે વરસાદને પગલે સોસાયટીઆે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.

એક તબક્કે જાણે કે શહેરમાં પૂર આવ્યું હોય એવી સ્થિતિ જોવા મળી હતી. કેટલાંક ઘરો તો એવાં છે કે જ્યાં ઘરનો અડધાથી ઉપરનો ભાગ પાણીમાં ગરકાવ થયો છે, જેને પગલે રહીશો પરેશાન થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રહીશોને એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ઘરમાં પાણી ભરાતાં ભયાવહ સ્થિતિમાં પાણીની વચ્ચે જ રાત વિતાવી પડી હતી.

પાટણ જિલ્લામાં ગઇકાલ સાંજે ૬ વાગ્યા સુધીના વરસાદી આંકડાઆે પર નજર ફેરવીએ તો પાટણમાં રર મિમી, સરસ્વતીમાં ર૭ મિમી, શંખેશ્વરમાં ર મિમી વરસાદ નોંધાયો હતો. જોકે રાત પડતાં જ સિદ્ઘપુર સહિત જિલ્લાના અનેક તાલુકાઆેમાં ધોધમાર વરસાદ પડ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024