પથરી સ્વાસ્થ્યથી જોડાયેલ એક પ્રચલિત સમસ્યા છે. પથરી બે પકારની હોય છે: 1 કિડનીની પથરી અને 2. ગાલબ્લેડર (પિત્તાશયની પથરી). બન્ને પથરીઓની સારવાર અલગ અલગ રીતે થાય છે. પથરીની સારવાર તેના આકાર અને જગ્યા અનુસાર નિર્ભર કરે છે.

કિડનીની નાનાં કદની પથરીઓ વધારે પાણી પીવાથી નીકળી જાય છે પરંતુ પિત્તાશયની પથરી માટે ઓપરેશન કરાવવું આવશ્યક છે. 

શરીરમાં પિત્તાશય નીચે નાશપતિના આકારનું એક અંગ થેલીનુમા હોય છે. જેથી તેનું કાર્ય પિત્તનો સંગ્રહ કરવાનુ હોય છે. ચરબીયુક્ત પદાર્થોનાં પાચન માટે જરૂરી હોય છે. પિત્તાશયની પથરી એક અથવા ઘણી બધી થઈ શકે છે.

પરંતુ કેટલાક એવા પરિબળો છે, જેનાથી પથરીનું જોખમ વધી જાય છે. જેથી કરીને ઓવેરવેટ અને ડાયાબિટીસના દર્દીઓને પિત્તાશયની પથરી થવાનું જોખમ વધારે હોય છે. ડાયક્ટિંગ એટલે કે ઝડપથી વજન ઘટાડવાથી પણ પિત્તાશયની પથરી થવાનું જોખમ વધે છે. વધારે સમય સુધી ભૂખ્યા રહેવાથી અને વધારે ઉપવાસ કરવાથી પણ તેનું જોખમ વધે છે. પણ જેથી કરીને 30થી 40 વર્ષની વયના લોકોને તેની સમસ્યા વધારે જોવા મળે છે. પરંતુ પુરુષોની સરખામણીએ મહિલાઓમાં પિત્તાશયની પથરીની સમસ્યા વધારે જોવા મળે છે

  • એટલે કે 80થી 85% દર્દીઓમાં તેનાં સાયલન્ટ લક્ષણ જોવા મળે છે.
  • પણ કેટલાક દર્દીઓને પેટમાં દુખાવો થવાની સમસ્યા રહે છે.
  • અમુક દર્દીઓને પીઠ અને જમણા ખભે દુખાવો રહે છે.
  • આ દુખાવો કેટલીક મિનિટથી લઈને કલાકો સુધીનો હોઈ શકે છે. ગેસ થવો, પેટ ફૂલી જવાનાં લક્ષણો પણ પિત્તાશયની પથરીના હોઈ શકે છે.
  • પિત્તાશયની પથરી થવાથી પિત્તાશયને નુકસાન થઈ શકે છે.
  • પરંતુ ગંભીર પથરીથી પિત્તાશયનું કેન્સર થવાનું પણ જોખમ રહેલું હોય છે.
  • જેથી કરીને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સર્જનનો સંપર્ક કરવો જોઈએ.
  • પિત્તાશયની પથરીની શરૂઆતમાં એન્ટિબાયોટિક્સ દવાઓ આપવામાં આવે છે
  • પરંતુ તેનું સ્થાયી નિરાકરણ તો ઓપરેશન જ છે. કોઈ પણ પ્રકારની ઔષધિથી પિત્તાશયની પથરીની સારવાર સંભવ નથી.

પિત્તાશયની પથરીથી પિત્તાશય બિનઉપયોગી બની જાય છે. તેથી ઓપરેશનમાં પથરી સાથે પિત્તશયને પણ કાઢી દેવામાં આવે છે.

પિત્તાશયની પથરીનું ઓપરેશન 2 પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ પ્રકારમાં પારંપરિક રીતે ચામડી કાપીને ઓપરેશન કરવામાં આવે છે. બીજી પદ્ધતિમાં લેપ્રોસ્કોપિક કોલિસિસટેક્ટમી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દર્દી જલ્દી સામાન્ય સ્થિતિમાં આવી જાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024