- લાંબા અને ઘાટા વાળ ની ખ્વાઇશ બધી છોકરીઓને હોય છે, જે છોકરીઓના વાળ લાંબા અને ઘાટા હોય છે તેમની સુંદરતા ખુબજ વધી જાય છે.
- જેતુન નું તેલ :-
- જેતુન નું તેલ વાળ માટે ખુબજ ફાયદા કારક હોય છે એટલુ જ નહિ તે આપણી ત્વચા માટે પણ એટલુ જ ફાયદા કારક છે.
- જેતુન ના તેલ થી અઠવાડિયામાં ૩-૪ વખત માથામાં માલીશ કરવું, એ માટે સૌથી પહેલા જેતુન તેલ ને ગરમ કરો અને પછી તેને ઠંડુ થવા દો, પછી વાળ માં તેનાથી માલીશ કરો અને ૧-૨ કલાક પછી તેને શેમ્પુથી ધોઈ લેવું.
- ઇંડાનો પ્રયોગ :-
- ઈંડા ખાલી સ્વાસ્થય માટે જ નહી પરંતુ સોંદર્ય માટે પણ ખુબજ સારા કહેવાય તેમાં જે પોષક તત્વો હોય છે તે આપણા વાળ માટે ખુબજ લાભદાયક હોય છે.
- ઇંડાનો ઉપયોગ વાળ ને મોટા કરવા માટે કરી શકાય, વાળના ગ્રોથ પ્રમાણે ઇંડાનો સફેદ ભાગ લેવો અને તેમાં તમારી પસંદ નું કોઈ પણ માથામાં લગાવાનું તેલ મિક્ષ કરો અને ત્યારબાદ આ તેલ થી વાળ માં માલીશ કરવું ફક્ત એક જ અઠવાડિયામાં ઘણો ફાયદો થતો જોવા મળશે.
- એલોવેરા :-
- પહેલાના જમાનામાં મહિલાઓ એલોવેરાનો ઉપયોગ પોતાના વાળ અને ત્વચા પર લગવવા કરતી.
- એલોવેરા માં ઘણા એવા ગુણ જોવા મળે છે જે આપણા વાળ માટે ખુબ જ લાભકારી હોય છે તે આપણા વાળ ને લાંબા, કાળા અને ઘાટા કરવામાં મદદ કરે છે. સાથે જ તે વાળ ને ચમકદાર બનાવે છે.
- સૌથી પહેલા વાળ ના ગ્રોથ પ્રમાણે એલોવેરા ની વચ્ચે નો ભાગ લેવો અને પછી તે વાળ માં લગાવીને માલીશ કરવું અને અડધો કલાક એમ જ રહેવા દઈને પછી વાળ ધોઈ લેવા , આમ કરવાથી ખુબજ ફાયદો થાય છે.
- ડુંગળીનો રસ :-
- ડુંગળી તો બધાના ઘરમાં હોય જ છે અને તે ખાવાથી ઘણા ફાયદા થાય છે અને તેના ઉપયોગથી તમે વાળ ને લાંબા અને ચમકદાર પણ બનાવી શકો છો, તે માટે સૌથી પહેલા ડુંગળીને નાના નાના ટુકડામાં કાપી લો અને પછી તેને મિક્ષ્ચર માં પીસીને તેનું જ્યુસ કાઢી લો અને ત્યાર બાદ તેને વાળ ના મૂળ માં લગાવીને મસાજ કરો. અને અડધી કલાક પછી વાળ ને શેમ્પુ થી ધોઈ લો.