સુરક્ષાદળો એક મકાનમાંથી સામાન્ય નાગરિકોને બહાર કાઢી રહ્યાં હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. તેમાં સેનાનો એક જવાન સંદિપ શહીદ થઇ ગયો અને નાગરિકનું મોત થયુ હતુ. જોકે, સેનાએ કાઉન્ટર એટેક કરતાં આતંકીઓને ઠાર માર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોંપિયામાં સેનાએ 6 આતંકીને ઠાર માર્યા હતા. ગુરુવારે સવારે થયેલી આ અથડામણમાં એક જવાન સંદીપ શહીદ થયા હતા. દાલીપોરા ગામમાં એક આતંકી હોવાની જાણ થતાં રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને રાજ્ય પોલીસના અભિયાન શરૂ કરાયું હતું. સુરક્ષાદળો એક મકાનની આસપાસથી લોકોને કાઢી રહ્યા હતા ત્યારે જ એક ઘરમાં છુપાયેલા આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ અથડામણમાં એક જવાન શહીદ થઇ ગયો અને રઇસ ડાર નામનો એક નાગરિક પણ માર્યો ગયો. અથડામણમાં બે જવાન ઘાયલ પણ થયા છે. જો કે સુરક્ષાદળોના વળતા ગોળીબારમાં પાકિસ્તાની ખાલીદ સહિત 6 આતંકી ઠાર મરાયા હતા. અન્ય બે સ્થાનિક આતંકી નસીર પંડિત અને ઉમર મીર હોવાનું જણાયું છે. તેઓ જૈશના આતંકી હતા.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે, પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ માર્યા ગયા છે અને એક સૈનિક તથા એક નાગરિકનું પણ મોત થયુ છે. વળી શોપિયા અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.