સ્મૃતિ ઈરાનીએ સોમવાર મોડી રાત્રે પોતાના ઘરેથી 14 કિમી સુધી ચાલીને મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યાં હતાં. આ સમય દરમિયાન સ્મૃતિની સાથે તેની મિત્ર તથા ફિલ્મ પ્રોડ્યૂસર એકતા કપૂર પણ હતી. સ્મૃતિ ઈરાનીએ હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં હરાવ્યા છે.
એકતા કપૂરે બંનેની તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. તેમાં કેપ્શન આપ્યું હતું, ’14 કિમી ચાલીને સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા ત્યારબાદની ચમક.’ આના પર સ્મૃતિ ઈરાનીએ કમેન્ટ કરી હતી કે આ ભગવાનની ઈચ્છા હતી. ભગવાન દયાળુ છે.
જોકે કઈ વાતની બાધા હતી તેનો ખુલાસો તો સ્મૃતિ ઈરાનીએ કર્યો નહોતો પણ સ્વાભાવિક છે કે, લોકસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતના પગલે જ સ્મૃતિ ઈરાની દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
એકતાએ સ્મૃતિની જીત પર શુભેચ્છા પાઠવતા એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘રિશ્તો કે રૂપ બદલતે હૈં, નયે નયે સાંચે મેં ઢલતે હૈં, એક પીઢી આતી હૈં, એક પીઢી જાતી હૈં…બનતી કહાની નઈ…’
એક્તાએ એક વિડિયો પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, સ્મૃતિ 14 કિમી ચાલીને બાધા પુરી કરવા માટે મંદિર ગઈ હતી. એક્તા કપૂર વિડિયોમાં સ્મૃતિ ઈરાનીને કશું બોલવા માટે કહે છે ત્યારે સ્મૃતિ એમ કહેતા સંભળાય છે કે, ઈશ્વરે બાધા પુરી કરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.