વડાપ્રધાન પાસે છે આ મંત્રાલય

  • વડાપ્રધાન કાર્યાલય
  • પર્સનલ મંત્રાલય
  • જન ફરિયાદ અને પેન્શન મંત્રાલય
  • એટોનોમિક એનર્જી મંત્રાલય
  • અંતરિક્ષ મંત્રાલય
  • પોલિસી સાથે જોડાયેલા દરેક મંત્રાલય
  • જે જવાબદારી કોઈને નથી આપી તે વડાપ્રધાન પાસે છે

ગઈ વખતના કાર્યકાળમાં પણ વડાપ્રધાન પાસે આ દરેક વિભાગ હતા. જ્યારે બીજી ટર્મમાં પણ તેમણે આ મંત્રાલય તેમની પાસે જ રાખ્યા છે. નોંધનીય છે કે, અંતરિક્ષ મંત્રાલયની અંતર્ગત જ ISRO આવે છે. જે અત્યારે ચંદ્ર પર માણસ મોકલવાના મિશન પર કામ કરે છે.

જ્યારે પર્સનલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો તેમની જવાબદારીમાં દરેક કેન્દ્રીય અધિકારીઓની ટ્રાન્સફરની જવાબદારી આવે છે. ગત કાર્યકાળમાં દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘણાં અધિકારીઓની ટ્રાન્સફરના કેસ સામે આવ્યા હતા.

બીજા કોને મળ્યું કયુ મંત્રાલય?

વડાપ્રધાને ફરી એક વખત તેમની ટીમ પર વિશ્વાસ દર્શાવ્યો છે. અમિત શાહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહને રક્ષા મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય નિર્મલા સીતારમણને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યારે એસ જયશંકરને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

ગુરુવારે સાંજે 7 વાગે નરેન્દ્ર મોદીએ તેમના મંત્રી મંડળના 57 સહયોગીઓ સાથે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આજે એટલે કે શુક્રવારે સાંજે 5 વાગે મોદી કેબિનેટની પહેલી બેઠક કરવામા આવશે. આ દરમિયાન મોદી સરકાર ઘણાં મહત્વના નિર્ણયો લઈ શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024