crime branch
- અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં ઘરેથી લેડીઝ વસ્તુઓનો વેપાર કરતી મહિલાના ઘરે ગ્રાહક બનીને આવેલા યુવક અને યુવતીએ મહિલા સાથે ફ્રોડ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
- ક્રાઈમ બ્રાન્ચ (crime branch) ના માણસોની ઓળખ આપીને રૂ. 2 લાખ લઇ ફરાર થઈ ગયા હતાં.
- ત્યાર બાદમાં ફોન કરી અવારનવાર પૈસાની માંગ કરતા હતા.
- જેથી મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
- આનંદનગર વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલ ભટ્ટ ઘરે રહી લેડીઝ વસ્તુઓનો વેપાર કરે છે.
- તો 6 જુલાઈના રોજ બપોરે જ્યારે તેઓ ઘરે હાજર હતા ત્યારે યુવક અને યુવતી ગ્રાહક બની તેમના ઘરે આવ્યા હતા.
- હેતલ જ્યારે ઘરમાં સામાન લેવા ગયા ત્યારે બંનેએ મુખ્ય દરવાજો બંધ કરી પોતે ક્રાઈમ બ્રાન્ચ (crime branch) માંથી આવ્યા છીએ તેમ કહ્યું।
- તથા તમે કાયદા વિરુદ્ધ કામ કરો છો એમ કહી ધમકાવ્યા હતા.
- મહિલાએ કહ્યું કે અમે કોઈ એવું કામ નથી કરતા કહેતા આ યુવક અને યુવતીએ સાહેબને ફોન કરી ડરાવ્યા હતા.
- ત્યાર બાદ યુવકે કહ્યું કે સાહેબને સેટલમેન્ટની વાત કરું છું.
- તેથી મહિલાએ તેના પતિને બોલાવ્યા હતા.
- તો આ બે ઠગ એ રૂ. 6 લાખની માંગ કરી હતી.
- પતિ- પત્નીએ જણાવ્યું કે અમારી પાસે આટલા રૂપિયા નથી.
- 1 લાખ રોકડા અને 1 લાખના દાગીના છે.
- જેથી આ બંને એ 2 લાખ લઈ અને બાકીના પૈસા પછી આપજો કહ્યું હતું.
- Gujarat High court ને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ,જાણો વિગત
- UGVCL નો આ ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે : અમદાવાદ
- તો બીજા દિવસે અવારનવાર યુવક મહિલાને ફોન કરી પૈસાની માંગ કરતો હતો
- જો કે પૈસાની વધુ માંગ કરતાં હેતલ ભટ્ટે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડની તજવીજ શરૂ કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News