પત્ની પાસે આ રીતે છૂટાછેડા માટે સહીઓ કરાવીને પતિએ પ્રેમિકા સાથે કર્યા લગ્ન

પોસ્ટ કેવી લાગી?

Divorce

 • પતિ એ પત્નીને મૂર્ખ બનાવીને છુટાછેડા (Divorce) ના દસ્તાવેજો પર સહી કરાવી પ્રેમિકા સાથે લગ્ન કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
 • પરિણીત યુવાનને યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતાં તેને પોતાની પત્નીને મિલકતના પેપર્સ ઉપર સહી કરવાનું કહી પત્ની પાસે છુટાછેડા (Divorce) ના દસ્તાવેજો પર સહી કરાવી લીધી.
 • તેમજ તેને પ્રેમિકા સાથે પુન:લગ્ન કરી લીધાનો મામલો મહેસાણા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આવ્યો હતો.
 • આ મામલામાં બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો વચ્ચે પતિએ પ્રથમ પત્નીને રાખવાનો ઇન્કાર કર્યો।
 • આખરે મામલો ભરણપોષણ અને પુન:લગ્ન ગેરકાયદે હોવા સંબંધે પોલીસ ફરિયાદ કરવા સુધી પહોંચ્યો હતો.
 • મળતી માહિતી મુજબ, છેલ્લા 2 વર્ષથી દારૂ પીને માર મારતાં પતિથી કંટાળી મહિલા આખરે સંતાનોને લઇ પિયર ચાલી ગઇ હતી.
 • તો આ દરમિયાન પતિએ તેના મોબાઇલમાં મંદિરમાં મહિલાની પાંથીમાં સિંદૂર પૂરવાના અને હાર પહેરાવતા મૂકેલા ફોટા જોઇ તેની પત્ની ચોંકી ગઇ હતી
 • તથા છુટાછેડા (Divorce) વિના લગ્ન ના કરી શકે તે મુદ્દો ઉઠાવ્યો હતો.
 • પરંતુ તપાસ કરતાં પતિએ મિલકતના દસ્તાવેજોમાં સહી કરાવવાનું કહી છુટાછેડાની સહીઓ કરાવી દીધાનું ખુલ્યું હતું. 
 • તેથી મહિલાએ પતિ પર છેતરપિંડીથી છુટાછેડા (Divorce) લઇ બીજા લગ્ન કર્યા હોવાની અરજી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આપી હતી.
 • જોકે, યુવાને પ્રથમ પત્ની સાથે રહેવાનો ઇન્કાર કરતાં કાઉન્સિલરે મહિલાને કોર્ટમાંથી ભરણપોષણ અપાવવા અને પતિના બીજા લગ્ન ખોટા હોવા બાબતે પોલીસ કાર્યવાહીમાં મદદ કરી હતી.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures