
પાટણ જિલ્લા હારીજ નગર પાલીકા વિસ્તારમાં નગરમાં રહેતા અને નગરમાં આવતા નાગરિકોની સલામતી અને સુવિધા માટે હારીજ નગરપાલીકા દ્વારા તથા પાટણ જિલ્લા પોલીસ સંકલનથી નિર્માણ પામેલ સી.સી.ટી.વી.કેમેરા પ્રોજેકટનું શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાઇ ગયો. જેના સરહદી ભૂજ રેન્જ પોલીસ મહા નિર્દેશક કે.બી.વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, હારીજ શહેરમાં
નેત્ર સેફ સીટી પ્રોજેકટ થી વિકાસમાં વધારો થયો છે. પ્રજાજનો સલામતી અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સી.સી.ટી.વી. કેમેરાથી હારીજ નગરની પ્રજામાં ભયની લાગણી દુર થશે. લૂંટના બનાવો પણ અટકશે, ગુનાહીત પ્રવૃતિઓ ઉપર રોક લાગશે આ કેમેરાઓની કાયમી જાળવણી કરવા સૂચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પાટણ પોલીસ અધિક્ષકશ્રી સોભાબેન ભૂતડા, સંગઠનના મોહનભાઇ પટેલ,
અધિકારીગણ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૬૪ કેમેરાઓ માર્ગના મુખ્ય પ્રવેશદ્વાર, હારીજ નગરની બેંક તથા ભીડભાડ વાળા મોટાભાગનો
વિસ્તાર આ કેમેરાના વિસ્તારમાં આવરી લેવામાં આવેલ છે.