Ahmedabad : સ્પામાં કામ કરતી યુવતીનું SG હાઇવે પરની હોટલમાં રહસ્યમયી મોત

પોસ્ટ કેવી લાગી?

Ahmedabad : શહેરના એસજી હાઈવે પર આવેલી એક હોટલમાંથી સોમવારની સવારે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ 24 વર્ષીય યુવતી મૂળ મિઝોરમની છે અને નવરંગપુરામાં આવેલા એક સ્પા (Spa) સેન્ટરમાં તે કામ કરતી હતી, એવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે, મિઝોરમના આઈઝોલમાં રહેતી રેબેકા લાલાવમપુઈ એસજી હાઈવે પરના થલતેજમાં આવેલી ક્રિષ્ના હોટલ પેલેસમાં મૃત હાલતમાં મળી આવી હતી.

આ યુવતી સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા મિલેનિયમ સ્પા સેન્ટરમાં કામ કરતી હતી અને સ્પામાં જ મિઝોરમની અન્ય મહિલાઓ સાથે રહેતી હતી, એવું બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર અભિષેક ધવને જણાવ્યું હતું. મૃતક યુવતી ગઈ રવિવારની રાત્રે તેના ફ્રેન્ડ નિશાંત કંસારા સાથે હોટલમાં ગઈ હતી. આ શખસ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા મ્યુનિસિપલ કર્મચારીનગરમાં રહે છે.

એસ.જી. હાઈવે પર આવેલ ક્રિષ્ના પેલેસ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતી યુવતિનું મોત નિપજતા આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. 

એસજી હાઈવે પર આવેલ ક્રિષ્ના પેલેસ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતી મિઝોરમની 24 વર્ષીય યુવતિ રેબેકા એફ થનઝાવાનું અગમ્ય કારણોસર મોત નિપજતા હોટલનાં સ્ટાફમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતિ તેનાં કોઈ મિત્ર સાથે  હોટલમાં રહેવા આવી હતી.  તેમજ તેના શરીર પર કોઈ ઈજાના નિશાન પણ દેખાતા ન હતા. ત્યારે યુવતિનાં મૃતદેહને પેનલ ર્ડાક્ટર દ્વારા પી.એમ. કરવામાં આવ્યું હતું. પી.એમ. રિપોર્ટ બાદ જ યુવતિનું મૃત્યું શા કારણે નિપજ્યું તેનું સાચુ કારણ સામે આવશે.  

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures