• વેકેશનના સમયગાળા દરમ્યાન લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું વિશેષ આયોજન.
  • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સરળતાથી લર્નિંગ
    લાયસન્સ મેળવી શકે તે માટે ઑનલાઈન અરજી બાદ લેવાશે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ.
  • જિલ્લાની શાળા-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને એક સાથે લર્નિંગ લાયસન્સ મળી રહે તે માટે અરજી કર્યેથી એ.આર.ટી.ઓ દ્વારા અલાયદા કેમ્પ યોજવામાં આવશે

પાટણ જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા શાળા-કોલેજોના દિવાળી વેકેશનના સમયગાળા દરમ્યાન લર્નિંગ લાયસન્સ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ રજાના દિવસોમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકશે.

શાળા-કોલેજમાં દિવાળી વેકેશન શરૂ થતાંની સાથે જ વિદ્યાર્થીઓ અભ્યાસ સિવાયની મનગમતી પ્રવૃત્તિ તરફ વળતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રજાના દિવસોનો સદ્ઉપયોગ કરી સરળતાથી લર્નિંગ લાયસન્સ મેળવી શકે તે માટે પાટણની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. લર્નિંગ લાયસન્સ મેળવવા માટે પાટણ જિલ્લાની શાળા-કોલેજના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી ૧૬ નવેમ્બર સુધીમાં www.parivahan.gov.in વેબસાઈટ પર ઑનલાઈન અરજી કરી અને ઑનલાઈન ફી ભરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી તરીકેની ઓળખનું શાળા કે કોલેજનું આઈકાર્ડ તથા ઑનલાઈન અરજીમાં દર્શાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો કચેરીના ચાલુ દિવસો દરમ્યાન બપોરના 04.00 વાગ્યાથી 05.00 વાગ્યા સુધીના સમયગાળામાં જમા કરાવ્યેથી લર્નિંગ લાયસન્સ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લાની શાળા કે કોલેજ દ્વારા પોતાના વિદ્યાર્થીઓને એક સાથે લર્નિંગ લાયસન્સ મળી રહે તે માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે અરજી કર્યેથી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024