ગુજરાતી સિંગર અને કચ્છી કોયલના નામથી જાણીતી લોકગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ થયો છે. ગીતા રબારી ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. કચ્છના સિવિલ સર્જન સહિત સાત ડોક્ટરો પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા છે.

ડાયરો હોય કે ગરબા, સ્ટેજ પર રમઝટ મચાવતી ગીતા રબારી હાલ ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને બે દિવસ તાવ આવ્યા બાદ તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ગીતા રબારીને બે દિવસથી તાવ આવ્યો હતો. તેમણે રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યારે જામનગર, જૂનાગઢ, રાજકોટ સહિત ગુજરાતના અન્ય ભાગમાં ડેન્ગ્યુ અને વાઈરલ તાવે ભરડો લીધો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.