- ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ફરી એક વખત વિરાટ કોહલી એક નંબર પર આવી ગયો છે.
- ખેલાડીઓને નવી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 928 પોઇન્ટ સાથે ટોપ સ્થાને પહોંચી ગયો છે.
- વિરાટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે.
- પાકિસ્તાન વિરુદ્ધ કંઇ ખાસ ન કરી શકવાના કારણે સ્મિથને આ નુકસાન થયું છે અને અત્યારે તે 923 પોઇન્ટ સાથે બીજા નંબરે છે.
- ટેસ્ટ રેન્કિંગમાં સૌથી મોટો ફાયદો ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરને થયો છે.
- ત્રેવડી સદી સહીત બે મેચમાં 400થી વધુ રન બનાવનાર વોર્નર અત્યારે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
- બીજી તરફ આ લિસ્ટમાં બેવડી સદી મારનાર જો રૂટ સાતમાં અને ઓસ્ટ્રેલિયાનો માર્નસ લબુશાને આઠમાં સ્થાને પહોંચી ગયો છે.
Virat Kohli back to No.1!
David Warner, Marnus Labuschagne and Joe Root make significant gains in the latest @MRFWorldwide ICC Test Rankings for batting.
Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/AXBx6UIQkL
— ICC (@ICC) December 4, 2019
- આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગ (ICC Test Ranking)ની મહત્વની વાત એ છે કે રોહિત શર્મા (Rohit Sharma) ટૉપ 10થી બહાર થઈ ગયો છે.
- બાંગ્લાદેશ (Bangladesh)ની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ફ્લોપ થવાના કારણે રોહિતને નુકસાન પહોંચ્યું. આમ તો, ભારતના કુલ 3 બેટ્સમેન ટૉપ 10માં છે.
- ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ચોથા અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) છઠ્ઠા નંબરે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.