ભારત માટે આજથી શરૂ થઈ રહેલ આ અભિયાનમાં શરૂઆતની ત્રણ મેચ ખૂબ જ અગત્યની છે. આ મેચના પરિણામો જ કેટલીક હદ સુધી આ વર્લ્ડ કપમાં ભારતની આગળની સફર નક્કી કરશે. સાઉથ આફ્રિકા માટે હાલની ટીમમાં ભારતની વિરૂદ્ધ ટોપ પર્ફોમર બોલર ડેલ સ્ટેનને ઇજા પહોંચતા આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ચૂકયો છે. એવામાં ભારતને તેનો ફાયદો મળવાની આશા છે.
વર્લ્ડકપની સાતમી મેચમાં સાઉથહેમ્પટનના એજીસ બાઉલ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે ટોસ જીતીને બેટિંગ લીધી છે. દ.આફ્રિકાની ટીમમાં હાશિમ અમલા અને તબરેઝ શમ્સીની વાપસી થઇ છે. તેઓ એડન માર્કર્મ અને લૂંગી ગિડીની જગ્યાએ રમી રહ્યો છે. જયારે ભારતની ટીમમાં બંને લેગ સ્પિનર કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલ રમી રહ્યા છે.
કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ જયારે સાથે રમે છે ત્યારે ભારતે ચેઝ કરતી વખતે 10માંથી 9 મેચ જીતી છે. ગિડી અને સ્ટેનની ઇજાના લીધે દક્ષિણ આફ્રિકાએ 2 સ્પિનર મેદાને ઉતાર્યા છે અને તેના લીધે જ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઇન્ડિયા: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી(કેપ્ટન), લોકેશ રાહુલ, એમએસ ધોની(વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ
દક્ષિણ આફ્રિકા: ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ક્વિંટન ડીકોક(વિકેટ કીપર), હાશિમ અમલા, રસી વાન ડર ડુસેન, જેપી ડુમિની, ડેવિડ મિલર , એન્ડિલે ફેહલુકવાયો, ક્રિસ મોરિસ, કગિસો રબાડા, તબરેઝ શમ્સી અને ઈમરાન તાહિર
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.