આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની સાથે સુંદર એન્કર ક્રિકેટના આ મહાકુંભમાં પોતાના જલવો બતાવશે.

મયંતી લેંગર ક્રિકેટ વર્લ્ડની સૌથી પ્રખ્યાત મહિલા એન્કર્સમાંથી એક છે. મયંતી સ્ટાર સ્પોર્ટ્સ માટે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ કવર કરશે. ભારતમાં મયંતી લેંગરના ઘણા પ્રશંસકો છે. ભારતના પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીની તે પત્ની છે. પોતાના હોટ અને ગ્લેમરસ અંદાજના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

સ્ટાર નેટવર્ક માટે સંજના ગણેશન પણ વર્લ્ડ કપમાં રિપોર્ટિંગ કરતી જોવા મળશે. સંજના ગોલ્ડ મેડાલિસ્ટ એન્જીનિયર રહી ચૂકી છે. આ પછી તેણે મોડલિંગમાં હાથ અજમાવ્યો હતો અને 2014માં મિસ ઇન્ડિયાની ફાઇનાલિસ્ટ પણ રહી ચૂકી છે.

રિદ્ધિમા પાઠક ઇંગ્લેન્ડમાં આઈસીસી તરફથી ક્રિકેટ વર્લ્ડ કપ કવર કરી રહી છે. રિદ્ધિમા ભારતની એકમાત્ર ફીમેલ છે જે ક્રિકેટ પહેલા બાસ્કેટબોલની એન્કર પણ રહી છે. રિદ્ધિમા એક એન્જીનિયર છે પણ તેણે સ્પોર્ટ્સ પ્રેઝેન્ટરને પોતાની કારકિર્દી બનાવી છે. રિદ્ધિમાનો અવાજ ઘણો દમદાર છે. તે પ્રોફેશનલ વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ રહી ચૂકી છે. આ વખતે રિદ્ધિમા વર્લ્ડ કપમાં રિપોર્ટિંગ કરી રહી છે. તે સીધી મેદાનમાં જઈને પ્રશંસકો અને ટીમના ખેલાડીઓ સાથે વાતચીત કરી રહી છે. થોડા સમય પહેલા તેણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું ઇન્ટરવ્યૂ લીધું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.