SRHvsKKR

SRHvsKKR

IPL 2020ની 8મી મેચમાં (SRHvsKKR) કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 7 વિકેટથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ લઇ SRHએ KKR વિરુદ્ધ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા.

જેના જવાબમાં કોલકત્તાની ટીમે યુવા બેટ્સમેન શુભમન ગિલની અડધી સદીની મદદથી કોલકત્તાએ 18 ઓવરમાં 3 વિકેટે 145 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. કલકત્તાની આ સિઝનની પહેલી જીત છે. જ્યારે હૈદરાબાદની આ સતત બીજી હાર છે. હૈદરાબાદ માટે મનીષ પાંડેએ 38 બોલમાં 51 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. રિદ્ધિમાન સાહાએ 31 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા.

આ પણ જુઓ : ભાજપના નેતા ઉમા ભારતી કોરોના પોઝીટીવ

કલકત્તાએ 3 વિકેટ ગુમાવ્યા બાદ શુભમન ગિલ અને ઈયોન મોર્ગને ઈનિંગ સંભાળી અને 92 રનોની ભાગીદારીથી ટીમને જીત અપાવી. શુભમન ગિલે 70 રન બનાવ્યા અને મોર્ગને 42 રન બનાવ્યા. હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી પરંતુ કલકત્તાની આક્રમક બોલિંગ સામે હૈદરાબાદના બેટ્સમેન ઘુંટણિયે થયા.

આ પણ જુઓ : WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

કલકત્તાની શરૂઆત ખુબ જ ખરાબ રહી, સુનિલ નરેન ખાતુ ખોલ્યા વિના જ આઉટ થયો. જે બાદ નીતીશ રાણા અને શુભમન ગિલે મળીને બાજી સંભાળી.રાણાએ 13 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા. જે બાદ કપ્તાન દિનેશ કાર્તિક આવ્યો પરંતુ તેઓ પણ ખાતું ખોલ્યા વિના આઉટ થયાં. જે બાદ મોર્ગન અને ગિલે કલકતાની બાજી સંભાળી લીધી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024