સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી જેથી હવે પ્રવાસીઓ તેની પોતાની ટિકિટ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને તેની પ્રિન્ટ કર્યા વગર તેઓ કયું આર કોડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકશે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ત્યારે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિભાગ દ્વારા મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી છે અને આ મોબાઇલ એપ્લિકેશન એન્ડ્રોઇડ મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ તેમાંથી કેટલીક ધરાવશે પોતાના જ જે તે સમયે અને જે તે તારીખે જેવું હોય તે એ બુક કરાવ્યા પછી ક્યુ આર કોડ આવશે, એટલે કે પ્રવાસીઓએ પોતાની ટિકિટ બુક આવે છે, તેની પ્રીન્ટ કાઢવી નહીં પડે અને ક્યુ આર કોડ સ્કેન કરાયેલું જોવા જઈ શકશે.
જેથી હવે પ્રવાસીઓને કોઈપણ જાતની લાંબી લાઇનમાં ઉભા રહ્યા વગર જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની ટિકિટ મળી શકશે.
આ પર થી ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે.
તે સરદાર સરોવર બંધની સામે 3.2 km દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે.
આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે.
૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે, સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની સ્થાપના સૌપ્રથમ 7 ઓક્ટોબર 2010 ના રોજ કરવામાં આવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News ને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News