સ્ટ્રોબેરીમાં કેલરી ઓછી છે. 100 ગ્રામમાં 32 કેલરી, પરંતુ તેમાં શરીર માટે ફાયદાકારક ફાયટો-ન્યુટ્રિઅન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન ખૂબ જ આવેલાં છે. તેમાં ફેનોલિક ફ્લેવનોઇડ્ઝ, ફાયટો-કેમિકલ્સ આવેલાં છે. સ્ટ્રોબેરીના સેવનથી કેન્સરની સામે રક્ષણ મળે છે. તે એન્ટિ એજિંગ છે એટલે ત્વચાની સુંદરતા માટે ઉપયોગી છે. વળી, તેનાથી શરીરમાંનું વધારાનું પાણી નીકળી જાય છે એટલે કે સોજા, વોટર રિટેન્શન વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે.
- સ્ટ્રોબેરીમાંથી ખાસ કરીને વિટામિન ‘સી’ ખૂબ પ્રમાણમાં મળે છે, જે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે. માટે જ વિટામિન ‘સી’ વધુ હોય તેવાં ફળો ખાવાથી રોગ સામે રક્ષણ મળે છે. સ્ટ્રોબેરી વારંવાર થતાં શરદી-ખાંસીને દૂર રાખે છે.
- સ્ટ્રોબેરીમાં વિટામિન ‘બી’ કોમ્પ્લેક્સ પણ વધુ પ્રમાણમાં આવેલું છે. તેમાં વિટામિન ‘બી-6’ વધુ પ્રમાણમાં આવેલાં છે. નિયાસિન, રિબોફ્લોવિન અને ફોલિક એસિડ વધુ પ્રમાણમાં આવેલાં છે. આ બધાં વિટામિનથી શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ સારા પ્રમાણમાં મેટાબોલાઇઝ થાય છે.
- સ્ટ્રોબેરીમાં મિનરલ્સ જેવાં કે પોટેશિયમ, મેંગેનિઝ, કોપર, આયર્ન અને આયોડિન આવેલાં છે. પોટેશિયમ ખાસ કરીને હાર્ટરેટને માપસર રાખવાનું કામ કરે છે. વળી, બ્લડપ્રેશરને પણ મેન્ટેઇન કરે છે. વળી, મેંગેનિઝને શરીર એન્ટિઓક્સિડન્ટ તરીકે વાપરે છે. કોપરથી રેડ સેલ્સ સારા રહે છે. શરીરમાં રેડ બ્લડ સેલ બનાવવા માટે આયર્ન ઉપયોગી છે.
- ફ્લોરાઇડથી હાડકાં મજબૂત થાય છે અને દાંતમાં ફાયદો થાય છે. અામ, ફક્ત સિઝનમાં 2થી 3 મહિના મળતી સ્ટ્રોબેરી મન ભરીને ખાવા જેવું ફળ છે. તેના અનેક ફાયદા છે. બાળકોને બપોરે જ્યારે બહુ ભૂખ લાગે અથવા સવારે શાળાએ જતાં પહેલાં 1 વાટકો સ્ટ્રોબેરી ખવડાવવી ફાયદાકારક છે. તેનો શેક બનાવી શકાય અથવા તેને ફળરૂપે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.
સ્ટ્રોબેરીમાં વિટામિન ‘ઈ’ આવેલું છે.
સ્ટ્રોબેરીમાં વિટામિન ‘ઈ’ અને શરીરની સુંદરતા વધારવામાં મદદરૂપ થતાં
ફ્લેવેનોઇડ્ઝ આવેલાં છે. જેના કારણે ત્વચાની સુંદરતા, વાળની સુંદરતા મળે
છે. આ ઉપરાંત, અકાળે ચહેરા પર, હાથ પર અને શરીરના અન્ય અંગો પર પડતી
કરચલીથી દૂર રહે છે.