મિત્રો જેમનો જન્મ થયો છે એમનું મૃત્યુ પણ નકકી જ છે. આપના ઘણા એવા સગા , સમબધીઓ અને મિત્રો હોય છે જેમના મૃત્યુ વિશે ફક્ત વિચારીએ તો પણ ગભરાઈ જવાય છે. પરંતુ આપના હાથ માં કાઈ જ નથી. આપના ઘણા લોકો એવા હોય છે જેમણે પોતાની આંખો સામે પોતાના પ્રિય વ્યક્તિ નું મૃત્યુ થતું જોયું હોય છે.

તમે એવો પણ અનુભવ કર્યો હશે કે તમારા પ્રિય વ્યક્તિ તમારા સપનામાં આવ્યા હોય તેનું અવશ્ય એક કારણ હોઈ છે. મનોવિજ્ઞાન ના અનુસાર સપના આવેલ વ્યક્તિ નો કૈક ઉદેશ્ય હોય છે. તો આવો જાણીએ કેમ તમારા નજીક સગા કે મિત્રો તમારા સપના માં આવે છે.

તમને સપના માં એવું લાગે છે કે બધું વાસ્તવિક છે. ઘણી વાર ઊંઘ ખુલી ગયા પછી એવું લાગે છે કે હજુ આપણે તે વ્યક્તિ જોડે જ છીએ અથવા તે દુનિયા માં જ છીએ. આ બધી જ ઘટના નું કારણ આપણે તે વ્યક્તિ ને ખૂબ જ યાદ કરતા હોય તેથી આવા સપના આવે છે.

જો તમને મૃત પરિજન પ્રસન્ન થયેલ નજર આવે છે તો એનો અર્થ એ છે કે તે ખૂશ છે અને તમને પણ ખુશ રહેવા પ્રેરણા દેવા આવે છે. મૃત્યુ પછી પણ તમારા પ્રિય વ્યક્તિ તમારું સારું જ ઈચ્છે છે તેથી તમારી મદદ કરવા માટે સપના માં આવે છે. જો તમારા જીવન માં કોઈ વિપદા આવવાની છે તો તેનાથી બચવા માટે સાવધાન કરવા માટે આવે છે.


જો સપના માં મૃત વ્યક્તિ સ્વસ્થ દેખાઈ તો તે તમને કહેવા માંગે છે કે તેઓ જ્યાં છે ત્યાં પ્રસન્ન અને સ્વસ્થ છે. કેટલાક સપનામાં તમને એવું લાગશે કે તમારા મૃત પરિજન તમને કાંઈક સલાહ દેવા માટે આવ્યા છે એટલે તમે જીવન માં જે કાંઈ પણ મુશ્કેલ કામ કરી રહ્યા છો તેમાં તમને કોઈ વિપદા ન આવે. સપના મૃત વ્યક્તિ જીવન માં પોઝિટિવ ઇફેક્ટ પાડે છે. આવા સપના આવવાથી એનર્જી મળે છે. આવા સપના આવવાથી જીવન માં ઉન્નતિ મળે છે.