• ચીન ખાતે હાહાકાર મચાવતો કોરોના વાઇરસ.
  • કોરોનાવાયરસ ભારતમાં પ્રવેશ નહીં કરે તે માટે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે.
  • ચીનથી આવતા લોકોની તપાસ કરવા સાથે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવે છે. ત્યારે થોડા દિવસ પહેલા ચીનથી આવેલા યુવકમાં શંકાસ્પદ કોરોના વાઇરસ લક્ષણ દેખાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ એક દર્દી હૉસ્પિટલમાંથી ભાગી જતા તંત્ર દોડતું થયું છે.
  •   થોડા દિવસ પહેલા ચીનથી આવેલા અને વરાછા વિસ્તારમાં રહેતા 41 વર્ષનાં  યુવાન 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. આ યુવાનને શરદી ખાંસી જણાતા તથા કોરોનાવાયરસનાં લક્ષણ દેખાતા તેને  સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ યુવાન સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતેથી સાંજનાં સમયમાં અરસામાં આરએમઓને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. જો કે, આ ઘટનાને લઇને તંત્ર દોડતું થયું હતું.
  • દર્દીએ લખાવેલ સરનામાના આધારે વરાછા અને ખટોદરા પોલીસ દ્વારા તેની શોધ ખોળ કરવામાં આવી છે. ગઇકાલે, મોડી રાત્રે આ દર્દીની કોઈ ભાળ નહીં મળતા પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024