15 વર્ષિય વિદ્યાર્થિનીએ સ્કૂલની પરીક્ષામાં પેપર ખરાબ જતા પોતાનું જીવન સમાપ્ત કરી દીધુ.

પોસ્ટ કેવી લાગી?
 • સુરત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હજુ એક મહિના કરતા વધારે સમય બાકી છે. ત્યારે સુરતમાં એક ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
 • ત્યારે આ કિસ્સા પરથી એક સાબીત થાય છે કે બોર્ડની પરીક્ષાનું વિદ્યાર્થીઓ પર કેટલું દબાણ હોય છે.
 • આ વિદ્યર્થિનીની સ્કુલમાં લેવામાં આવેલી પરીક્ષામાં પેપર ખરાબ જતા તેણે આ ખોટુ પગલું ભર્યું છે.
 • સુરતમાંથી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
 • સુરતમાં પ્રિલિમનરી પરીક્ષામાં ગુજરાતી પેપર ખરાબ જવાને કારણે માનસિક તણાવમાં આવીને ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
 • સુરતના અડાજણમાં રહેતી 15 વર્ષીય હીર મોઢિયા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.
 • સ્કૂલ માં પ્રિલિમનરી પરીક્ષાઓ ચાલતી હતી. ત્યારે આ પરીક્ષામાં 29 જાન્યુઆરીએ હીરનું ગુજરાતીનું પેપર ખરાબ ગયું હતું. પેપર ખરાબ જવાને કારણે તે સતત ચિંતામાં રહેતી હતી.
 • 30 જાન્યુઆરીએ ગણિતનું પેપર સારું ગયું હતું. અને આજના પેપરની તે તૈયારીઓ કરતી હતી. ત્યારે ગુરુવારે સાંજે હીરની માતા ઘરવખરી લેવા માટે બહાર ગઈ હતી. તેવામાં જ હીરે હોલમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
 • બોર્ડની પરીક્ષા પહેલાં જ ધોરણ 10ની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
 • સરકાર દ્વારા પણ બોર્ડના વિદ્યાર્થીઓની તણાવ દુર કરવા માટે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે.
 • સ્કુલો દ્વારા પણ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. તેમ છતા આવા કેટલાક કિસ્સાઓ સામે આવે છે.
 • વાલીઓએ પોતાના બાળકોની મનો સ્થિતિ સમજવાની પુર્ણ જરૂરીયાત છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures