સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 20ના મોત થયા છે. આ ઘટનાથી સુરત જ નહીં આખો દેશ શોકમાં છે. આજે 14 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.

સુરતમાં વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કારમાં આખું શહેર હીબકે ચઢ્યું. હતું. અંતિમ સંસ્કારમાં આવેલા લોકો પણ ધૂસકે ધૂસકે રડી પડ્યા હતા. આ સમયે મૃતદ બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે જવાબદારો સામે રોષ સ્પષ્ટ જણાતો હતો. આખું સ્મશાન ગૃહ લોકોથી ભરાઈ ગયું હતું.

સુરતના લંબે હનુમાન રોડ પર આજે માતમનો માહોલ સર્જાયો હતો. આજે સુરતમાં એક જ સોસાયટીમાંથી 2 વિદ્યાર્થિનીની અંતિમયાત્રા નીકળી હતી. આજે ઋતુ સાકરિયા અને વંસ્વી કાનાણીના અંતિમ સંસ્કાર માટે યાત્રા નીકળી હતી. આજે તેમની અંતિમયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી.

તમને જણાવી દઇએ કે, તક્ષશિલા આર્કેડમાં આગમાં બંને વિદ્યાર્થિનીઓનું કરૂણ મોત થયા હતા. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. આજે જ્યારે અંતિમયાત્રા નીકળી હતી, ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની ગમગીની છવાઇ ગઇ હતી.

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની ઘટનામાં ધો.12માં અભ્યાસ કરતી કૃતિનું મોત થયું હતું. આજે કૃતિની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટું માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજે તેના અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે મોતને ભેટેલી કૃતિનું આજે ધો.12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવવાનું હતું તે પહેલા તેની કારકિર્દી હોમાઈ ગઇ હતી

આ સિવાય ધો.12માં અભ્યાસ કરતી હસ્તીનું પણ પરિણામ જાહેર થયું છે. જે પણ ગઇકાલની સુરતની ઘટનામાં મોતને ભેટી હતી. હસ્તીનું આજ રોજ ધો.12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે. હસ્તીનો ધો.12માં 69.39 પર્સન્ટાઈલ આવ્યો છે. પરંતુ દિકરી ગુમાવ્યા બાદ શું કરશે આ રિઝલ્ટને પરિવાર તેવા સો કોઇના મનમાં પ્રશ્નો થઇ રહ્યા છે.

હસ્તીનું ઇન્ટિરિયર ડિઝાઇનર બનવાનું સપનું આગમાં હસ્તીનું રોડાયું છે. તમને જણાવી દઇએ કે, ગતરોજ હસ્તીના અંતિમ સંસ્કાર કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024