ફાયર બ્રિગેડ પાસે પુરતા ફાયર સેફ્ટીના પુરતા સાધનો ન્હોતા, 22 કિલોમીટર સુધી દૂરથી ફાયર બ્રિગેડ પાણી લેવા માટે જાય છે.  એવા આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ દુર્ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુઃખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું છે.

 

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે.મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

મૃતકના નામ

દિપક સુરેશભાઈ
સુનિલ ભુપતભાઈ
સાગર
કિરણ પીપળીયા 
ખુશાલી કોરડીયા

સારવાર હેઠળ ICU સ્પાર્કલ હોસ્પિટલ

હર્ષ પરમાર
જતીન નકરાની
મયંક રગણી
દર્શન ભોલા
પાયલ

સારવાર હેઠળ પી.પી. સવાણીમાં

આઝાદ વલ્લભાઈ ગોળકીયા
ઋષિત વેકરીયા
ઉર્મિ હરસુખભાઈ વેકરીયા
ત્રીશા જયેશકુમાર પટેલ
ભગવતી પરષોતમભાઈ આસોદરીયા
ઓળખ થઈ નથી