સુરતના ભેસ્તાન આવાસમાં એક પતિએ પત્નીને ચપ્પુના 10થી વધુ ઘા માર્યા હતા. ત્યારબાદ પતિ જ પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. પરિવારજને જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પતિને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
- પતિનીને માથા અને ગાલ પર ચપ્પુના ઘા માર્યા
- પરિવારે પતિને પોલીસ હવાલે સોંપી દીધો હતો
મળતી માહિતી પ્રમાણે સુરતના એસએમસીના ભેસ્તાન આવાસમાં નસીબાબાનુ ફિરોજખાન(ઉ.વ.35) પરિવાર સાથે રહે છે. પતિ ફિરોજખાન સાથે 16 વર્ષ પેહલાં લગ્ન થયા હતા. પતિ સાડીની ફેરી કરી વેચવાનો ધંધો કરે છે. નિઃસંતાન પરિવારમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
દરમિયાન ઝઘડાના કારણે પત્ની હાથમાં છરી લઈ હાથ કાપી નાખવાની ધમકી આપતી હતી. દરમિયાન આજે બુધવારે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને માથા અને ગાલ પર 10થી વધુ ચપ્પુના ઘા મારી દીધા હતા.
ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં પતિ જ પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. પરિવારને જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પતિએ જ પત્નીને ચપ્પુના ઘા માર્યા હોવાની જાણ થતા પતિને ડીંડોલી પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઝઘડો ઉગ્ર બનતા પતિએ ચપ્પુના ઘા માર્યા
મળતી માહિતી પ્રમાણે, એસએમસીના ભેસ્તાન આવાસમાં નસીબાબાનુ ફિરોજખાન(ઉ.વ.35) પરિવાર સાથે રહે છે. પતિ ફિરોજખાન સાથે 16 વર્ષ પેહલાં લગ્ન થયા હતા. પતિ સાડીની ફેરી કરી વેચવાનો ધંધો કરે છે. નિઃસંતાન પરિવારમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. દરમિયાન ઝઘડાના કારણે પત્ની હાથમાં સરી લઈ હાથ કાપી નાખવાની ધમકી આપતી હતી. દરમિયાન આજે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને માથા અને ગાલ પર 10થી વધુ ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં જ પતિ જ પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. પરિવારને જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યું હતું. પતિએ જ પત્નીને ચપ્પુના ઘા માર્યા હોવાની જાણ થતા પતિને ડીંડોલી પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.