સુરતમાં આજે રૂંધનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલહારની જગ્યાએ જીવતા કરચલા ચઢાવવામાં આવે છે.

  • સુરત : તમે ક્યારેય ભગવાનને જીવતા કરચલા ચડતા જોયા છે?
  • શું તમે ક્યારેય મરી ગયેલા લોકોની ઈચ્છા એમના મોત બાદ પૂરી થતા જોઈ છે?
  • તો આજે આપણે ગુજરાતના સુરત શહેરમાં જઈએ, જ્યાં એવું જોવા મળ્યું જેની કલ્પના પણ નથી કરી શકાતી.
  • સુરતમાં ભગવાન શિવને ભક્તો પોતાની મનોકામના પૂરી થતા વર્ષમાં એકવાર જીવતા કરચલા ચઢાવે છે. એટલું જ નહીં આજના દિવસે સ્મશાન ઘાટ પર મૃત્ય પામનાર લોકોના પરિવાર મૃતકોની ઇચ્છા પ્રમાણે તેમની મનગમતી ખાવા-પીવાની વસ્તુઓ પણ અર્પણ કરે છે.
  • સુરતમાં આજે રૂંધનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલહારની જગ્યાએ જીવતા કરચલા ચઢાવવામાં આવે છે.
  • રૂંધનાથ મહાદેવ મંદિર માં આજે લોકો અલોક દર્શન કરવા માટે આવતા હોય છે. જે લોકો શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય અને તેમા પણ ખાસ જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તે લોકો આજના દિવસે શિવલિંગ પર કરચલા ચઢાવતા હોય છે.
  • ભગવાન શિવ ને કરચલા ચડાવવાથી ભગવાન શિવજી તેમની મનોકામના પૂરી કરે.
  • ગત વર્ષે જેમની મનોકામના પૂરી થઈ હોય તેમજ જે લોકો પોતાની મનોકામના પૂરી થઈ હોય તે લોકો ભગવાન શિવને કરચલા ચઢાવે છે.
  • સામાન્ય રીતે અત્યાર સુધી માં તમે દેશના મંદિરોમાં ફૂલહાર ચઢતા જોયા હશે, પરંતુ જીવતા કરચલા ચડતા તમે પહેલીવાર જોયા હશે.
  • આ મંદિર આખા દેશનું પહેલું એવું મંદિર હશે જેમાં ભગવાનને ખુશ કરવા જીવતા કરચલા ચધાવવામાં આવે છે. હવે આને શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા પરંતુ દર વર્ષે આજના દિવસે આ મંદિર લોકો ભગવાનને જીવતા કરચલા ચઢાવે છે.
  • રૂંધનાથ શિવ મંદિર ખાતે કરચલા ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે.
  • કરચલા ચઢાવી ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી કરાવા પાછળ એક દંતકથા પણ છે.
  • આ મંદિરમાં ભગવાન રામે વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી હતી. ત્યારથી આ મંદિરનું અસ્તિત્વ છે.
  • આ મંદિર માં આદિકાળમાં મંદિરની જગ્યા પર દરિયો વહેતો હતો. આ સમયે કંઈક એવી ઘટના બની હતી ત્યારથી મંદિરમાં કરચલા ચઢાવવાની પરંપરા ચાલતી આવે છે.
  • આજે મંદિરની નજીક આવેલ રામઘેલા નામના સ્મશાન  ઘાટમાં મૃત્યું પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન આજના દિવસે સ્મશાન ઘાટમાં તેમની અંતિમક્રિયા કરી હોય તે જગ્યા પર આવીને પૂજાપાઠ પણ કરે છે.
  • ઉપરાંત મૃતકને ભાવતી વસ્તુઓ અર્પણ કરે છે. દા.ત. મૃતક બીડી, સિગારેટ કે દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવાની કોઈ વસ્તુનો શોખીન હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને આ વસ્તુઓ અર્પણ કરતા હોય છે.
  • અત્યાર સુધી માં લોકોની માન્યતા એ છે કે આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુઓ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે.
  • ભારત દેશ પ્રગતિના અનેક શીખરો સર કરી રહ્યો છે. એમાં પણ ગુજરાતના વિકાસ મોડલ તરીકે જોવામાં આવે છે.
  • દેશમાં પોતાની શ્રદ્ધા હોય તે દેવી દેવતાઓ અને માન્યતા પ્રમાણે પૂજાપાઠ કરે છે. ક્યારેક અમુક લોકો માટે આ વાત અંધશ્રદ્ધા હોય છે તો તેમાં માન્યતા રાખતા લોકો માટે આ શ્રદ્ધાનો વિષય હોય છે.
  • મૃતકોને પોતાની મનગમતી વસ્તુઓ અર્પણ કરતા લોકો.
  • રામઘેલા સ્મશાનપરિવારજનોએ અર્પણ કરેલી વસ્તુઓ.
  • રુંધનાથ મહાદેવ મંદિર.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024