“હું અત્યારે રિલેશનશિપ માટે તૈયાર નથી” તો…
- તમે કોઇ યુવતીને ખુબ જ પ્રેમ કરો છો અને રોજ અરીસાની સામે તેને કેવી રીતે પ્રપોઝ કરવી તેના નવા નવા કીમિયા શોધો છો? તો આ બધુ કરતા પહેલા જરા એક વાર ચેક કરી લો કે તે તમને કેવી નજરે જુએ છે.
- જો કોઇ યુવતી તમને નીચે મુજબ જવાબો આપે છે તો કોઇ ચાન્સ નથી કે તે તેમને હા પાડે.
- યુવતીઓ તેમની વાતોને ઇશારે જ કહી દે છે. જે યુવકો એક વારમાં સમજી નથી શકતા. તો શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે આ વાત સાંભળ્યા પછી કોઇ અન્ય યુવતી તરફ ફોકસ કરો. તો પ્રપોઝ કરતા પહેલા આ રીતે જાણી લો યુવતીનો મૂડ…

- જો કોઇ યુવતી તમને કહે કે “હું અત્યારે રિલેશનશિપ માટે તૈયાર નથી” તો તેનો સીધો મતલબ તે થાય છે કે તે તમને પ્રેમ નથી કરતી. ત્યારે આવી સ્થિતિમાં તમારે તેનો માથું ખાવાનું રહેવા દેવું જોઇએ.અને એને હેરાન ન કરવી જોઈએ.
- જો કોઇ યુવતી તમને એ કહે કે મને લાગે છે કે અત્યારે મારે મારા કેરિયર કે મારા પર વધુ ધ્યાન આપવું જોઇએ. તો આનો મતલબ પણ તે જ થાય છે કે તેને તમારામાં કોઈ રસ જ નથી.

- ‘હું તને એ નજરે જોતી નથી’ ધણીવાર યુવતી તમારી આગળ ખૂબ જ ફ્રેન્ડલી અને સહજ હોય પણ તેમ છતાં તે તમને આવું કહી દે છે. તો તેનો મતલબ ક્લિયર છે કે તે તમને મિત્રથી વધુ નથી સમજતી.

- મારા જીવનમાં કોઇ છે, તમને કદાચ લાગતું હોય કે તે સિંગલ છે. પણ તેમ છતાં જો તે આવું કહે છે તો તેનો મતલબ તે સ્પષ્ટ છે કે આ મામલે તે તમારી સાથે આવનારા સમયમાં વાત નથી કરવા માંગતી અને તે તમારાથી દૂરી જ ઇચ્છે છે.અને તમારા થી દૂર જવા માંગે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News