સુરતના પાંડેસરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં કરુણ ઘટના બનવા પામી છે. પાંડેસરામાં લગ્ન પ્રસંગમાં કરંટ લાગતા નવ વર્ષની બાળકીનું મોત થયું છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં કરુણ ઘટના બનવા પામી છે. પાંડેસરામાં લગ્ન પ્રસંગમાં કરંટ લાગતા નવ વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તરામાં આવાસમાં નજીકમાં રહેતા યુવકના લગ્ન પ્રસંગ હતો. જેના પગલે મંગળવારે રાત્રે પીઠીની વિધી ચાલી રહી હતી. દરમિયાનમાં પ્રિયંકા અને અન્ય પાંચ બાળકો રમી રહ્યા હતા. ફોક્સ લગાવેલા લોખંડના પોલને સ્પર્શ કરતા તમામને કરંટ લાગ્યો હતો.

જેના પગલે પ્રિયંકા બેભાન થઇ ગઇ હતી. જોકે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

નવ વર્ષની પ્રિયંકાના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો હતો. આંબેડકર આવાસમાં છ જેટલા બાળકોને કરંટ લાગ્યો હતો. જોકે, અન્ય બાળકોને કંઇ થયું ન હતું પરંતુ નવ વર્ષની પ્રિયંકા શ્યાવધર્મા ખેરનાર મોતના મુખમાં ધકેલાઇ હતી.

પ્રિયંકા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રિયંકાના મોતથી શરણાઇના સૂર માતમાં ફેરવાયા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.