વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર બસમાં 75 મુસાફરો હતો જેમને નાની મોટી ઇજા પહોંચી હતી. જ્યારે ટાટા સુમોનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. અકસ્માતના પગલે પાદરા-જંબુસર રોડ પાસે આવેલા પેટ્રોલપંપ પાસેના થાંભલા સાથે બસ અથડાઇ હતી. જો થાંભલો ન હોત તો બસ સીધી પેટ્રોલપંપમાં ઘૂસી જાત અને મોટી હોનારત સર્જાત. બીજી તરફ બસ ડ્રાઇવરો આ રોડ રૂટ ઉપર બેફામ બસ હંકારતા હોવાની ફરિયાદો કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જંબુસર બસ અકસ્માતમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં ચક્કાજામ થયો હતો.

વડોદરાના પાદરા- જંબુસર રોડ ઉપર અમદાવાદ- જંબુસર એસટી બસ પસાર થઇ રહી હતી. તો સામેથી આવતી ટાટા સુમો જીપ સાથે બસની ભયંકર ટક્કર થઇ હતી. જેના કારણે બસ રોડ પાસે આવેલા થાંભલા સાથે અથડાઇ હતી.

અકસ્માતના પગલે બસમાં સવાર 75 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો બસ થાંભલા સાથે અથડાઇ ન હોત તો બસ સીધી પાસેના પેટ્રોલ પંપમાં ઘૂસી જાત અને મોટી દુર્ઘટના ઘટત.

સદનસિબે આવી કોઇ ઘટના સર્જાઇ નથી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માતના પગલે ટ્રાફિક જાની સમસ્યા પણ સર્જાઇ હતી. ચક્કાજામ પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં જ થયો હતો.

સ્થાનિક લોકોની ફરિયાદ છે કે, આ રૂટ ઉબર બસ ચાલકો બેફામ બસ હંકારે છે. બસમાં નિયમ કરતા વધુ મુસાફરો હોય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.