Surat

  • વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર સમગ્ર રાજ્યમાં વ્યાપેલો છે.
  • તો Surat (સુરત) માં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે.
  • સરકાર તરફથી લૉકડાઉન નહીં કરાય તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા બાદ હવે વેપારીઓએ જાતે જ લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો છે.
  • Surat ની ત્રણ મોટી માર્કેટ જેમાં વરાછાની બૉમ્બે માર્કેટ, અને હીરા બજાર તેમજ ચોક્સી બજારના વેપારીઓના એસોસિએશનને પ્રજા હિતમાં અને સ્વાસ્થ્ય સલામતીને જોતા મોટા નિર્ણયો કર્યા છે.
  • 900 માર્કેટ ધરાવતી Surat વરાછાની બોમ્બે માર્કેટ આગામી 31મી જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • રાજ્યમાં સુરતની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે.
  • એક બાજુ ઇન્જેક્શનની કાળા બજારી બીજી બાજુ કોરોનાના કેસનો રાફડો તો ત્રીજી બાજુ બેકારી આ તમામ મોરચે લડી રહેલી Surat ની પ્રજાએ જાણે જાતે જ પોતાની સુરક્ષા કરવાનું નક્કી કરી લીધું હોય તેવો માહોલ છે.
  • આ દરમિયાન સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
  • સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે રવિવારે સાંજે વધુ 295 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે.
  • સુરતમાં 203 જયારે ગ્રામીણ વિસ્તારમાં 92 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 9996 પર પહોંચી છે.
  • જયારે આજે 10 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 426 પર પહોંચ્યો છે.
  • આવામાં આજે 276 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
  • સુરત (Surat) માં કુલ દર્દી સંખ્યા 9996 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 10 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે.
  • મૃત્યુઆંક 426 થયો છે. જેમાંથી 57 મૃત્યુ જિલ્લાના છે અને 369 શહેર વિસ્તારના છે.
  • આજે શહેરમાંથી 198 જ્યારે જિલ્લામાં આજે 78 દર્દીને રજા આપતા, કુલ 276 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે.
  • જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 6391 જેમાં ગ્રામીણ વિસ્તારના 954 દર્દી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024