Vadodara

Vadodara

વડોદરા (Vadodara)ની સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં કોન્ટ્રાક્ટના સુપરવાઇઝરે કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા બે કર્મચારીઓ પર ચોરીનો આરોપ મુકી માર મારતા 400 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા.

સફાઇ સહિતની કામગીરી કરતા વિક્રમ વસાવા અને અનિલ પરમાર નામના કર્મચારી પાસેથી કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર દ્વારા દારૂ પીવા માટે બે હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. રૂપિયા ન આપતા તેમની પર ચોરીનો આરોપ મુકી રાત્રે નગ્ન કરી માર માર્યો હોવાના આક્ષેપો કર્મચારીઓએ કર્યા હતા.

આ પણ જુઓ : રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં 3 ગુજરાતીના કમકમાટીભર્યા મોત

આ ઘટના વિરોધમાં કર્મચારીઓ સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જેથી સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયરે બંને પક્ષોને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપતા સમજાવટ બાદ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરીથી કામ પર જોડાયા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.