‘મુલ્ક’ ફિલ્મમાં ડિરેક્ટર અનુભન સિન્હા અને તાપસી પન્નુએ સાથે કામ કર્યું હતું ‘થપ્પડ’ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઓગસ્ટ મહિનાથી શરૂ થશે’થપ્પડ’ ફિલ્મ 2020માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલીઝ થશે.

  • તાપસી પન્નુએ અનુભવ સિન્હાની સોશિયલ ડ્રામા ફિલ્મ ‘થપ્પડ’ને સાઈન કરી લીધી છે.
  • ‘મુલ્ક’ ફિલ્મ બાદ અનુભવ સિન્હા અને તાપસી પન્નુ ફરીવાર એક ફિલ્મમાં કામ કરશે.
  • અનુભવ સિન્હાએ ‘રા.વન’, ‘મુલ્ક’ સહિત ઘણી ફિલ્મો ડિરેક્ટ કરી છે.
  • ‘થપ્પડ’ ફિલ્મને અનુભવ સિન્હા ડિરેક્ટ કરશે અને આ ફિલ્મ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલીઝ થશે.
  • ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઓગસ્ટ મહિનાથી શરૂ થશે.

શું છે સ્ટોરી
આ ફિલ્મમાં તાપસી પન્નુ મિડલ ક્લાસ ફેમિલીની છોકરી હશે જે કંઈક એકદમ હટકે કામ કરે છે. ફિલ્મની સ્ટોરીનું વર્ણન બોલ્ડ હશે જે ઘણા જૂના રૂઢ વિચારોને તોડશે.

  • હાલ તો તાપસી પન્નુ પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપની ફિલ્મ ‘સાન્ડ કી આંખ’ ફિલ્મમાં વ્યસ્ત છે.
  • આ ફિલ્મમાં તાપસીની સાથે ભૂમિ પેડણેકર પર સામેલ છે.
  • ‘સાન્ડ કી આંખ’ ફિલ્મ સૌથી વધુ ઉંમરની મહિલા શૂટર્સની સ્ટોરી છે.
  • છેલ્લે તાપસી પન્નુ અમિતાભ બચ્ચન સાથે ‘બદલા’ ફિલ્મમાં જોવા મળી હતી.