• ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ અને ‘તુમ્હારી સુલુ’ ફિલ્મમાં રેડિયો જોકી (આરજે)નો રોલ નિભાવનારી વિદ્યા બાલન હવે રિયલ લાઈફમાં આરજે બની ગઈ છે.
  • મુંબઈના એક એફએમ રેડિયો સ્ટેશન પર વિદ્યા બાલનનો 25 માર્ચથી ડેઇલી ઇવનિંગ શો ‘ધૂન બદલ કે તો દેખો વિથ વિદ્યા બાલન’ શરૂ થયો છે.
  • આ રેડિયો શો માટે વિદ્યાએ રેપ સોન્ગ પણ ગાયું છે.
  • રેડિયોમાંથી ફિલ્મોમાં એન્ટ્રી કરવાનો ટ્રેન્ડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ નવો નથી.
  • આરજે ધ્વનિત, આરજે દેવકી, સ્મિત પંડ્યા, મૌલિક નાયક, સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈ, આરજે રુહાન, આરતી પટેલ વગેરે લોકપ્રિય રેડિયો જોકી પણ અભિનયની દુનિયામાં ઝંપલાવી ચૂક્યાં છે.
  • ઉપરાંત ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’ફેમ ડિરેક્ટર અભિષેક જૈન પણ અગાઉ આરજે હતા.
  • આરજે વિદ્યા બાલને આપેલી ‘ધૂન બદલો ચેલેન્જ’ સ્વીકારતાં આયુષ્માન ખુરાનાએ એને ઓલ ધ બેસ્ટ કહ્યું હતું.
  • આયુષ્માન ખુરાનાએ પોતાનાકરિયરની શરૂઆત આરજે તરીકે જ કરી હતી.
  • આયુષ્માન ખુરાનાનો ભાઈ અપારશક્તિ ખુરાના પણ આરજે હતો.
  • મનીષ પોલ પણ પહેલાં આરજે હતો. સંજય દત્તના પિતા સુનિલ દત્ત પણ રેડિયો પ્રેસન્ટર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024