વડોદરા જિલ્લાના પાદરાની કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓને ગૌરી વ્રત હોવા છતાં મજૂરી કરાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાંથ આવતી મધ્યાહન ભોજનની ગાડીમાંથી વિદ્યાર્થિનીઓ પાસેથી ભોજન ઉંચકાવવામાં આવ્યું હતું. તેમ છતાં મધ્યાહન ભોજનના અધિકારીઓ જોતા રહ્યા હતા.

આ ઉપરાંત ગૌરી વ્રત કરનારી વિદ્યાર્થિનીઓ પાસે સ્કૂલના કમ્પાન્ડની સફાઇ પણ કરાવવામાં આવી હતી. શિક્ષકો જોતા હોવા છતાં કોઇએ વિદ્યાર્થિઓનીઓને કામ કરતા રોકી ન હતી. અને શિક્ષકો આ મામલે કેમેરા સામે સ્કૂલનો લુલો બચાવ કરતા નજરે પડ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.