KBC એટલે કે કૌન બનેગા કરોડપતિ માટે દર્શકોમાં ઘણું એક્સાઇટમેન્ટ હોય છે. જ્યારથી રજિસ્ટ્રેશન પૂર્ણ યા છે ત્યારથી લોકોને શોનો ઇન્તેઝાર છે. હવે તમે પણ તેમનાં એક ફેન છો તો આપને જણાવી દઇએ કે બિગ બીએ KBCનું શૂટિંગ શરૂ કરી લીધુ છે.

હાલમાં જ KBCની ટીમ લખનઉ પહોંચી હતી તેમનાં એક નવાં પ્રોમો શૂટ માટે. આ શો ઓગષ્ટ મહિનાનાં બીજા કે ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય તેવી મેકર્સની ઇચ્છા છે.

ખેખરમાં હાલમાં બિગ બી તેમની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નાં શૂટિંગ માટે લખનઉમાં છે. KBCની ટીમ બિગબીનો સમય બચે તે માટે થઇને લખનઉ પહોંચી ગઇ હતી. લખનઉનાં સેટથી બિગ બીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.

KBC-11ની ટેગલાઇન છે, ‘અગર કોશિશ રખોગે જારી, તો KBC હોટસીટ પર બેઠને કી ઇસ બાર આપકી હોગી બારી’.

આ ભારતનાં સૌથી જુનાં રિઆલિટી ટીવી શોમાંથી એક છે. આ શોનો પહેલો એપિસોડ 3 જુલાઇ,2000નાં રોજ પ્રસારિત થયો હતો. અમિતાભ બચ્ચન હમેશાની જેમ આ સીઝનમાં પણ લોકોને કરોડપતિ બનાવતા નજર આવશે.

આ શોએ ગત બે દશકમાં ઘણાં બધા લોકોનું ભાગ્ય બદલી દીધુ હતું. ઘણાં લોકો આ શોની મદદથી કરોડો રૂપિયા ઇનામમાં મેળવી ચુક્યા છે.

આ શોએ ગત બે દશકમાં ઘણાં બધા લોકોનું ભાગ્ય બદલી દીધુ હતું. ઘણાં લોકો આ શોની મદદથી કરોડો રૂપિયા ઇનામમાં મેળવી ચુક્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024