Telangana
પ્રાયમરી સ્કૂલના હેડમાસ્ટરે સગીર વયની પાંચ બાલિકાઓ પર સતત રેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજ્ય સરકારે કોરોનાકાળ ચાલુ હોવા છતાં ઑગષ્ટ માસથી સ્કૂલો ચાલુ કરાવી દીધી છે.
તેલંગાણા (Telangana)ના ભદ્રદરી કોઠાગુડમ જિલ્લાના એક શિક્ષક અને હેડમાસ્ટર એમ બે જણ વારાફરતી સ્કૂલમાં ભણાવવા આવતા હતા. હેડમાસ્ટરની દાનત બગડતા બાલિકાઓને અશ્લીલ વિડિયો દેખાડીને પોતાનો હવસ સંતોષવા સતત રેપ ગુજારતો હતો. તેને એક પછી એક પાંચ બાળાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ આ વાત કોઇને ન કહેવાની ધમકી બાળકોને આપી હતી.
આ પણ જુઓ : રાજકોટના યુવકને જાતીય આવેગ સંતોષવા ઇન્દ્રિયમાં નાખ્યો ઇલેક્ટ્રિક વાયર
ત્યારબાદ બે બાળા બીમાર પડી ગઇ હતી. તેમાંની એક બાળાએ એની માતાને આ વાત કરી હતી. સાતથી 11 વર્ષની પાંચ બાળાઓ પર દુષ્કર્મ કરાયું હોવાનું સામે આવ્યું હતું. પીડિતા બાલિકાઓને મેડિકલ તપાસ માટે મોકલાઇ હતી. આરોપી સામે પોક્સો હેઠળ પોલીસે કેસ નોંધ્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.