Vienna Terrorist attack
ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં પાંચ થી છ સ્થળે આતંકી હુમલા (Vienna Terrorist attack) ની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને બીજા ઘણાને ઇજા થઇ હતી. કોરોના વધવાના પગલે લૉકડાઉન જાહેર કરાયો એના થોડા કલાકો પહેલાં આ હુમલો થયો હતો.
હુમલાના થોડા કલાકો બાદ ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબાસ્ટિયન કુર્ઝે કહ્યું હતું કે અમે આતંકવાદથી ડરવાના નથી. અમે વિયેનામાં ધિક્કારપાત્ર આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છીએ. એક આતંકવાદીને ઠાર કરી દેવાયો છે પરંતુ બીજા આતંકવાદી હજુ સક્રિય હતા. તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદીઓ પાસે લેટેસ્ટ શસ્ત્રો હતા. એના પરથી સમજાતું હતું કે એ લોકો કેટલી પૂર્વતૈયારી સાથે આવ્યા હશે.
આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો
ઓસ્ટ્રિયાના ગૃહ પ્રધાન કાર્લ નેહમરે કહ્યું કે લશ્કરને આદેશ આપી દેવામાં આવ્યો હતો કે મહત્ત્વનાં સ્થળોનું રક્ષણ કરવા પહોંચી જાય. તેમણે વિયેનાવાસીઓને કહ્યું હતું કે મંગળવારે તમારાં બાળકોને સ્કૂલમાં મોકલતા નહીં. ચાન્સેલર કુર્ઝે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ હુમલો એક યહૂદી ધર્મસ્થળ નજીક થયો હતો એટલે એમ માની શકાય કે યહૂદી વિરોધી હુમલો હતો.
પોલીસે કહ્યું કે સોમવારે રાત્રે આઠ વાગ્યે હુમલાના પહેલા ખબર અમને મળ્યા હતા. પાટનગરના છ વિસ્તારોમાં ગોળીબાર થયા હતા. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નુહોતું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.