ઉત્તરાયણ પર્વ પર અનેક પતંગ રસિયાઓ પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી મજા માણી રહ્યા હતા તે સમયે અનેક પક્ષીઓના જીવ પણ જોખમમાં હતા ત્યારે પાલનપુરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ પક્ષીઓ માટે સારવાર કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા હતા.
અનેક પક્ષીઓ ઉત્તરાયણ પર્વ પર પતંગની દોરીથી ઘાયલ થયેલ ત્યારે 2500 થી વધુ પશુ પંખીઓના જીવ બચાવનાર જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે ઉત્તરાયણ પર્વ પર પણ ખડેપગે રહી કપાયેલ પક્ષીને બચાવી પાલનપુર માં ઉભા કરેલ સારવાર કેન્દ્ર પર લઈ જઈ જીવ બચાવ્યા હતા અને સારવાર કરાવીને વન વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. ઠાકોર દાસ ખત્રી દ્વારા ઉત્તરાયણ પર્વ પર જરૂરતમંદ લોકોને ચપ્પલ વિતરણ પણ કર્યા હતા.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ