cousins deadbody

ચંદ્રુમણા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બુધવારે સાડા પાંચવાગ્યાના અરસામાં પિતરાઈ ભાઈ બહેન નર્મદાની કેનાલમાં ડૂબી ગયાની ઘટના બની હતી. જેને ૪૮ કલાક થવા આવ્યા હોવા છતાં પણ કેનાલમાં બે પિતરાઈ બહેનનું કોઈ પત્તો લાગ્યો ન હતો. સ્થાનિક તરવૈયા અને પાટણ નગરપાલિકાની ટીમ દ્વારા પણ શોધખોળ આદરી હતી.

એનડીઆરએફની ટીમ દ્વારા ડૂબેલા ભાઈ બહેનની શોધખોળ હાથ ધરાઈ હતી, ઘટનાના બીજા દિવસે પ્રાંત અધિકારી પાટણ પોલીસ અધિકારી શુકલા સહિત વહીવટી તંત્ર ખડે પગે ઉભું રહ્યું હતું. ચંદ્રમણા ગામના પટેલ પરિવારમાં આવેલી આઘાતજનક આપત્તિના કારણે ચંદ્રુમાણા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.

ઉતરાયણના પર્વે પણ કોઈ યુવાનો કે નાના બાળકો દ્વારા પણ પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ માણ્યો ન હતો.

ત્યારે આજરોજ 10-15 કિલોમીટર દૂર આવેલા ભલાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ માંથી પાટણ નગર પાલિકાના ફાયરમેન કૌશિક ઠાકોર દ્વારા પ્રથમ બહેનની અને ત્યારબાદ ભાઈ ની લાશો બહાર કાઢવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતું.