થરાદ: માતા પુત્રીએ કેનાલમાં લગાવી મોતની છલાંગ જુઓ વિડિઓ.
થરાદની મુખ્ય કેનાલ પર દુધ શીત કેન્દ્ર પાસે મહીલા એ વીસ વર્ષ ની પુત્રી સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. તો મળતી માહીતી મુજબ ભરડવા ગામની મહીલાએ તેની પુત્રી સાથે કેનાલમાં પડી હતી. મહીલા અને પુત્રી કેનાલમાં પડતા જોઈ સ્થાનીક લોકોએ તેમને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
સ્થાનીક લોકો અને તરવૈયાઓ દવારા મહીલાને બચાવી લેવામાં આવી હતી અને પુત્રીનું કેનાલમાં મોત નિપજયું હતું. તો ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. અને તરવૈયાઓ ઘટના સ્થળે આવી પુત્રીની શોધ ખોળ હાથ ધરી હતી. તો આ મહીલાએ પોતાની પુત્રી સાથે કેનાલમાં કેમ છલાંગ લગાવી તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું. અને મહીલાને સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.