મોટી ઘરનાળ ગામમાં રહેતા રણછોડભાઈ દાનાભાઈ સુથાર અને ડીસા તાલુકાના લોરવાડા ગામમાં રહેતા બીજોલ ભાઈ રામજીભાઈ સુથાર સમાજનાં આગેવાનો છે.
દોઢ મહિના પહેલા તેઓ પ્રેમલગ્ન કરનાર એક યુવકનાં પરિવારને સમાજ બહાર મુકવા અને પાંચ લાખ દંડ કરવાની ધમકી આપી હતી.
જો આવું ન કરવું હોય તો પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને મોબાઇલ પર વાતચીત કરવાની અને સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.
જે બાદ મહિલા ઘરે એકલી હતી ત્યારે બંન્ને આગેવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આવું ઘણાં સમય સુધી આવું ચાલુ રહ્યું હતું.
જે બાદ મહિલાએ હિંમત ભેગી કરીને પરિવારને આખી વાત જણવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણે આધેડ મહિલા પર બંન્ને આરોપી આગેવાનો અવારનવાર દુષ્કર્મ આચરતા હતાં.
જે બાદ તેમણે મહિલાની બહેનપણીને પણ આ રીતે તૈયાર કરવાનું જણાવ્યું હતું. ત્યારે ધમકી પણ આપી હતી કે જો તું આવું નહીં કરે તો મોબાઇલમાં કરેલી વાતો વાયરલ કરી દઇશું.
જેથી મહિલા ધણી જ ડરી ગઇ હતી અને સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી.
સામુહિક દુષ્કર્મનો ગુનો દાખલ કર્યા બાદ મહિલાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.
બંન્ને આરોપીઓનાં ઘરે તપાસ અને પૂછપરછનો દોર શરૂ થયો છે.
આ બંન્ને આરોપીઓ હાલ ફરાર છે. તેમને ઝડપી પાડવા થરાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.