Kite festival
કોરોના કહેરમાં ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ (kite festival) નું આયોજન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જેના અનુસંધાનમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાતો ભવ્ય પતંગોત્સવ આ વર્ષે નહિ યોજાય.
આ પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ માટે આસામ પહોંચ્યા
ઉપરાંત ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે રાજ્ય સરકાર સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.